° °

આજનું ઇ-પેપર
Saturday, 04 December, 2021


બાળકે મમ્મીના ગળામાં સાઇકલનું લૉક ભરાવ્યું અને અનલૉકનો કોડ ભૂલી ગયો

14 October, 2021 02:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

થોડી જ વારમાં માને સમજાયું કે રમતાં-રમતાં તેણે અનલૉક કરવાનો પાસવર્ડ બદલી નાખ્યો અને હવે નવો નંબર યાદ ન આવતાં તે ખોલવાની કોશિશ કરી રહ્યો છે. 

બાળકે મમ્મીના ગળામાં સાઇકલનું લૉક ભરાવ્યું અને અનલૉકનો કોડ ભૂલી ગયો

બાળકે મમ્મીના ગળામાં સાઇકલનું લૉક ભરાવ્યું અને અનલૉકનો કોડ ભૂલી ગયો

નાનપણમાં બાળકોની બદમાશીની કોઈ સીમા નથી હોતી. ગમે એટલો મોટો કાંડ કરે તો પણ બાળપણની શેતાનીમાં ખપી જાય છે પરંતુ એના કારણે મોટાઓને અને વિશેષ કરીને જે આખો દિવસ તેમની સંભાળમાં ગાળતી હોય તે મમ્મીઓને કેટલું સહન કરવું પડે છે એ તો જેના પર વીતે તેને જ ખબર પડે. 
ચીનના જીયાંગસસુ પ્રાંતના હુઆયાનમાં ચાર વર્ષના બાળકે તેની સાઇકલનું લૉક મમ્મીના ગળામાં ભરાવી દીધું પણ પછી એને અનલૉક કરવાનો કોડ ભૂલી જતાં માની હાલત કફોડી થઈ હતી. ઘટના ૭ ઑક્ટોબરની છે. 
સાઇકલના લૉક સાથે રમી રહેલા બાળકે રમત-રમતમાં લૉક તેની મમ્મીના ગળામાં ભરાવી દીધું. શરૂમાં તો બાળકને લાગ્યું કે તે રમત રમી રહ્યો છે. થોડી જ વારમાં માને સમજાયું કે રમતાં-રમતાં તેણે અનલૉક કરવાનો પાસવર્ડ બદલી નાખ્યો અને હવે નવો નંબર યાદ ન આવતાં તે ખોલવાની કોશિશ કરી રહ્યો છે. 
ગભરાઈ ગયેલી માતાએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. જોકે તેઓ મદદ કરી શક્યા નથી. ત્યાર બાદ ફાયર ફાઇટર્સની ટીમ એને અનલૉક કરવા બોલાવાઈ જેમણે તેના ગળા ફરતે ટુવાલ વીંટાળ્યો અને વાયરકટર્સની મદદથી લૉક દૂર કર્યું.  

14 October, 2021 02:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

આ ટૅબ્લેટ છે કે પછી લૅન્ડલાઇન ફોન?

ટ્વિટર પર હાલમાં એક ઉપકરણ મૂકવામાં આવ્યું છે જે જૂના અને નવા ફોનનું વર્ણસંકર વર્ઝન છે

03 December, 2021 08:40 IST | Berlin | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ ભયાનક માછલી એનાં જડબાં ખોલે તો ચીઝબર્ગર જેવી લાગે છે

રશિયાના મુર્મન્સ્ક શહેરના ૩૯ વર્ષના રોમન ફેડોર્સ્ટોવ એક વેપારી ફિશિંગ બોટ સાથે કામ કરી રહ્યો હતો, જ્યારે તેણે આ સમુદ્રી જીવ શોધ્યો હતો

03 December, 2021 08:37 IST | Russia | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

લો બોલો, સૌથી મોટા અવાજે ઓડકાર ખાવાનો વર્લ્ડ રેકૉર્ડ

આ અગાઉ બ્રિટનના પૉલ હન્નના નામે ૧૦૯.૯ ડેસિબલનો મોટા અવાજે ઓડકાર ખાવાનો રેકોર્ડ હતો

03 December, 2021 08:34 IST | Australia | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK