આ વિડિયો જોઈને ઇન્ટરનેટ પર ચર્ચા છેડાઈ છે. કેટલાકનું માનવું છે કે કારીગરે જે કર્યું એ સારું જ કર્યું. જ્યારે કેટલાકને લાગે છે કે આ પ્રોફેશનલ નથી.
કારીગરે પોતે જ તૈયાર કરેલા ફર્નિચરની ઉપરનું ફિનિશિંગ તોડીફોડીને જુદું કરી નાખ્યું હતું
સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક કારીગર ઘરની દીવાલો પર લાગેલા કબાટના ફર્નિશિંગ અને સજાવટનો સામાન તોડી રહ્યો છે. એમાં કારીગર દાવો કરે છે કે મકાનમાલિકે ઇન્ટીરિયરનું કામ તો કરાવી લીધું, પરંતુ જ્યારે પૈસા આપવાના આવ્યા ત્યારે તેણે નક્કી કરેલી રકમ આપવામાં ગલ્લાંતલ્લાં કરવાનું શરૂ કરી દીધું. બહુ રકઝક અને ખાસ્સા દિવસો રાહ જોયા પછી જ્યારે પૂરી રકમ આપવાનો મકાનમાલિકે ઇનકાર કરી દીધો ત્યારે કારીગરે ગુસ્સે થઈને પોતે કરેલું કામ બગાડી નાખ્યું હતું. તેણે પોતે જ તૈયાર કરેલા ફર્નિચરની ઉપરનું ફિનિશિંગ તોડીફોડીને જુદું કરી નાખ્યું હતું. આ વિડિયો જોઈને ઇન્ટરનેટ પર ચર્ચા છેડાઈ છે. કેટલાકનું માનવું છે કે કારીગરે જે કર્યું એ સારું જ કર્યું. જ્યારે કેટલાકને લાગે છે કે આ પ્રોફેશનલ નથી.
