એ માટે મોં પર મોહરું, નકલી દાંત, મૂછ અને કાન લગાવીને ફરે છે
પોતાને પૉમેરેનિયન ડૉગી સમજે છે આ કન્યા
સોશ્યલ મીડિયા પર મિલ્ક લવ તરીકે જાણીતી એક કન્યા આજકાલ અલગ પ્રકારનો દાવો કરી રહી છે. તે પોતાને પૉમેરેનિયન ડૉગી માને છે. કૉલેજના સમયથી તે પોતાને પપી સમજતી હતી અને પછી તો તેણે પોતાની ઓળખ અને દેખાવ બન્ને બદલવા માટે જાતજાતનાં ગતકડાં શરૂ કરી દીધાં છે. તે હવે જીવન પણ પપી એટલે કે પૉમેરેનિયન જેવું જ જીવે છે. મોં પર કૂતરાઓને પહેરાવવામાં આવે એવું વાયરનું મહોરું પહેરે છે અને તેણે દાંત બહાર કઢાવ્યા છે. મૂછ અને માથા પર કાન પણ કૂતરા જેવા અલગથી લગાવ્યા છે. કૂતરાની જેમ જ તે પંજા દેખાડતી ફરે છે. વાત એમ છે કે તે નાની હતી ત્યારથી પાળતુ ડૉગીઝની સાથે જ ઊછરી છે. મોટા થયા પછી તેને ડૉગી જેવા જ બની જવાની ખ્વાહિશ જાગી અને એ માટે તેણે પોતાની ફૅશન સ્ટાઇલ ડૉગી જેવી કરી નાખી. તે પોતાના માનવ દોસ્તો સાથે પણ ડૉગી જેવું જ બિહેવ કરે છે. દડાની પાછળ દોડાદોડ કરી મૂકે છે અને જાતજાતનાં કરતબ કરીને બતાવે છે.
