કર્ણાટકના ચિકમગલુરમાં બિન્ડિગા ગામ પાસે આવેલી દેવીરમા હિલ પર દર વર્ષે નરક ચતુર્દશીના રોજ હજારોની સંખ્યામાં લોકો ટ્રેકિંગ કરતા જોવા મળે છે
ચિકમગલુર
કર્ણાટકના ચિકમગલુરમાં બિન્ડિગા ગામ પાસે આવેલી દેવીરમા હિલ પર દર વર્ષે નરક ચતુર્દશીના રોજ હજારોની સંખ્યામાં લોકો ટ્રેકિંગ કરતા જોવા મળે છે. હિલની ઉપર આવેલું દેવીરમા મંદિર માત્ર નરક ચતુર્દશી એટલે કે આપણી કાળીચૌદશના દિવસે જ ખૂલે છે. આ વર્ષે રવિવારે દેવીરમા હિલ પર હજારો લોકો જોવા મળ્યા હતા. મંદિર સુધી પહોંચવા માટે સાતથી આઠ કિલોમીટરનું ટ્રેકિંગ કરવું પડે છે અને લોકો ચડાણ ખુલ્લા પગે કરે તો તેમને ફળ વધુ સારું મળે એવી માન્યતા છે. વહેલી સવારે ચડવાનું ચાલુ કરે છે અને સાંજે છ વાગ્યે મંદિર બંધ થઈ જાય છે. આટલા ટૂંકા સમયમાં પણ આ વર્ષે લગભગ દસથી અગિયાર હજાર શ્રદ્ધાળુઓ આ મંદિરે દર્શન કરી આવ્યા હતા.

