Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જુહુ બીચ પર આ ભાઈએ લોકોનાં દુખડાં સાંભળવાની સર્વિસ શરૂ કરી છે

જુહુ બીચ પર આ ભાઈએ લોકોનાં દુખડાં સાંભળવાની સર્વિસ શરૂ કરી છે

Published : 22 March, 2026 12:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોસ્ટરમાં લખ્યા મુજબ માત્ર દુખ સાંભળવાનું હોય તો ૫૦૦ રૂપિયા ચાર્જ કરે છે

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

અજબ ગજબ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


સૌને પોતાના જીવનમાં બહુ દુખો અને સમસ્યાઓ છે એવું લાગે છે. બધાને પોતે કેટલું સહન કરે છે એ કોઈકને કહીને દિલ હળવું કરવું હોય છે. આ માટે જુહુના બીચ પર એક ભાઈએ ખરેખર દિલ હળવું કરવાની સર્વિસ શરૂ કરી છે. ભાઈ પોસ્ટર લઈને બીચ પર બેસે છે અને કોઈ પણ તેમને પોતાનાં દુખડાં સાંભળવા માટે અપ્રોચ કરી શકે છે. પોસ્ટરમાં હિન્દીમાં લખેલું છે, ‘કિસી કો અપના દુખ સુનાના હૈ મૈં સુન સકતા હૂં.’

બીચ પર સવારે ૧૧થી સાંજે ૪ વાગ્યા સુધી અવેલેબલ હોય છે. પોસ્ટરમાં લખ્યા મુજબ માત્ર દુખ સાંભળવાનું હોય તો ૫૦૦ રૂપિયા ચાર્જ કરે છે અને જો તમે ઇચ્છતા હો કે તે તમારા દુખમાં સહભાગી બનીને આંસુડાં સારે તો સાથે રડવાના ૧૦૦૦ રૂપિયા ચાર્જ કરે છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2026 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK