Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૧ મહિનાથી રોજ લાત ખાતા આ પથ્થરના પણ છે ૮૦,૦૦૦ ફૉલોઅર્સ

૧૧ મહિનાથી રોજ લાત ખાતા આ પથ્થરના પણ છે ૮૦,૦૦૦ ફૉલોઅર્સ

Published : 16 October, 2026 01:12 PM | Modified : 16 October, 2026 02:42 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક ભાઈએ ૧૧ મહિના પહેલાં એક પથ્થરનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું હતું અને રોજ એ પથ્થરની જર્ની રેકૉર્ડ કરી હતી. આ ભાઈ રોજ આ પથ્થર લઈને ચાલવા જતા અને તેને ઠોકર મારીને આગળ ધકેલતા રહેતા. ઠોકરો ખાઈ-ખાઈને પથ્થરની સિકલ પણ બદલાઈ ગઈ હતી.

વાઇરલ વિડિયોમાંથી સ્ક્રીનશોટ

અજબ ગજબ

વાઇરલ વિડિયોમાંથી સ્ક્રીનશોટ


ઇન્સ્ટાગ્રામ પર મૂલચંદજી નામનો એક પથ્થર સોશ્યલ મીડિયાનો સ્ટાર બની ગયો છે. કોઈ પથ્થર કઈ રીતે ફેમસ બને? ઇન્ટરનેટના જમાનામાં બધું જ થાય. જો પોતાના પેટ ડૉગ કે પેટ કૅટનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવી શકાય તો પોતાને ગમતા પથ્થરનું કેમ નહીં? બસ, એક ભાઈએ ૧૧ મહિના પહેલાં એક પથ્થરનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું હતું અને રોજ એ પથ્થરની જર્ની રેકૉર્ડ કરી હતી. આ ભાઈ રોજ આ પથ્થર લઈને ચાલવા જતા અને તેને ઠોકર મારીને આગળ ધકેલતા રહેતા. ઠોકરો ખાઈ-ખાઈને પથ્થરની સિકલ પણ બદલાઈ ગઈ હતી. આ અકાઉન્ટ બનાવનાર ભાઈનો ટાર્ગેટ છે કે પથ્થરને ઠેબે ચડાવીને એને ગોળ આકાર આપવો. જ્યારે આ અકાઉન્ટ શરૂ થયું ત્યારે પથ્થરનું વજન હતું ૧૬૧૫ ગ્રામ, હવે એ રહ્યું છે માત્ર ૩૬૯ ગ્રામ. ૧૧ મહિનાથી એને રોજ ઠેબે ચડાવીને એનો શેપ બદલવાની કોશિશ કરવામાં કેટલી સફળતા મળી છે એ રીલમાં શૅર કરવામાં આવે છે. એ પથ્થરને એક અલગ ઓળખ આપવા માટે એનું નામ મૂલચંદજી પાડવામાં આવ્યું છે. stonejourney23 નામના અકાઉન્ટ પર મૂલચંદજીની સફર બતાવનાર ભાઈનું કહેવું છે કે ૧૧ મહિનામાં પથ્થરને ઠોકર મારવામાં તેનાં ૭ જોડી જૂતાં ખરાબ થઈ ગયાં છે. નવાઈની વાત એ છે કે ૧૧ મહિનામાં એક પણ વાર આ ભાઈએ રીલમાં પોતાનો ચહેરો નથી બતાવ્યો. માત્ર આ પથ્થરને જોવા માટે જ આ અકાઉન્ટનાં ૮૦,૦૦૦ ફૉલોઅર્સ બની ગયા છે.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2026 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK