સોયા ચાપ બનાવતી ફેક્ટરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર નોએડાના નામે વાયરલ થયો છે. વીડિયોમાં ગંદકી વચ્ચે જમીન પર લોટ તૈયાર થતો જોવા મળે છે. જોકે તપાસમાં અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે આ ફેક્ટરી નોએડાની નથી.
લોટ પર ખુલ્લા ડિલે આળોટતા આ યુવાનને જોયા પછી સોયા ચાપ ખાશો?
સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જે નોએડાનો હોવાનું કહેવાઈ રહ્યું છે. એમાં દાવો થઈ રહ્યો છે કે આ ફૅક્ટરી સોયા ચાપ બનાવતી ફૅક્ટરીનો છે. આ કારખાનામાં સોયા ચાપ બનાવવા માટે જમીન પર જ સોયાબીન અને મેંદાનો લોટ મેળવીને એનો લોટ બાંધવામાં આવ્યો છે. રૂમમાં ચોતરફ ગંદકી છે અને વચ્ચે સોયા અને મેંદાનો લોટ મિક્સ કરીને એની પેસ્ટ પર એક યુવાન ખુલ્લા ડિલે આળોટી રહ્યો છે. લોટની ચીકાશને કારણે તે આમ-તેમ સરકી રહ્યો છે અને યુવાન એની મજા લઈ રહ્યો છે. આ વિડિયો વાઇરલ થયા પછી નોએડાના ગૌતમબુદ્ધ નગરના ફૂડ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ પોતાની ટીમને સક્રિય કરીને તપાસ કરાવીને કહ્યું હતું કે આ ફૅક્ટરી નોએડાની તો નથી. આ વિડિયો થોડા મહિના પહેલાં અલીગઢ અને આગરાના નામે પણ વાઇરલ થયો હતો. મતલબ કે અલગ-અલગ શહેરો સાથે જોડીને આ વિડિયો વારંવાર વાઇરલ થઈ રહ્યો છે. જોકે એક વાત ચોક્કસ છે કે આ સોયા ચાપ બનાવતી ફૅક્ટરીનો જ છે. આ પ્રકારે સોયા ચાપ બને છે એ જોયા પછી ખરેખર આ વાનગી ગળા નીચે ઊતરે ખરી?
