Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદીની મન કી બાત માનશો કે?

નરેન્દ્ર મોદીની મન કી બાત માનશો કે?

Published : 29 July, 2026 07:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૉમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને પૂછ્યો અણિયાળો સવાલ: વડા પ્રધાને ઇકો-ફ્રેન્ડ્લી ગણેશમૂર્તિઓ લાવવાની અપીલ કરી એ વિશે કોર્ટે સરકારનો અભિપ્રાય માગ્યો

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


ભક્તો આ વર્ષે ગણેશોત્સવ દરમ્યાન માટી અથવા ઇકો-ફ્રેન્ડ્લી વસ્તુઓથી બનેલી ગણેશમૂર્તિઓ લાવે એવી અપીલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી એનો હવાલો આપીને બૉમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને આ વિશે એનો શું અભિપ્રાય છે એ સ્પષ્ટ કરવાનો નિર્દેશ કર્યો હતો. પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની ગણેશમૂર્તિઓ વિરુદ્ધ કરાયેલી જુદી-જુદી અરજીઓ વિશે સુનાવણી હાથ ધરતી વખતે બુધવાર સુધી આ વિશે મહારાષ્ટ્ર સરકારનું વલણ સ્પષ્ટ કરવાની સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા ૨૦૨૦થી PoPની મૂ્ર્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બાબતે કરવામાં આવેલી અરજીઓની સુનાવણી હાથ ધરતાં હાઈ કોર્ટે જણાવ્યું હતું કે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ દરમ્યાન પર્યાવરણની જાળવણી માટે, પ્રદૂષણ ન ફેલાય એટલા માટે ભક્તોને ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. આ વિશે મહારાષ્ટ્ર સરકારનું શું માનવું છે એ જાણવા માટે સરકારને બુધવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2026 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK