આ મહિલાએ મેકઅપ કરીને તેણે ગળા, માથા અને કાન પર અલગ-અલગ જગ્યાએ જાણે રિયલ ઘરેણાં હોય એવી મેંદીની ડિઝાઇન બનાવડાવી છે.
પ્રતીકાત્મક તસવીર
લગ્નપ્રસંગોમાં મહિલાઓને સોનાના દાગીના પહેરવાનું બહુ ગમે છે, પણ આજકાલ સોનું એટલું મોંઘું થઈ ગયું છે કે એનાં ઘરેણાં બનાવવાનું પરવડે એમ નથી. હવે જ્યારે ૨૪ કૅરૅટનું સોનું એક લાખ રૂપિયાને પાર જઈ ચૂક્યું છે ત્યારે કેટલીક મહિલાઓએ સોનાનાં ઘરેણાંના સ્થાને શણગાર માટે સસ્તો અને ક્રીએટિવ રસ્તો અપનાવવાનું શરૂ કર્યું છે. એક મહિલા લગ્નમાં તૈયાર થઈને જવા માટે મેકઅપ આર્ટિસ્ટ પાસે પહોંચી હતી. ત્યાં મેકઅપ કરીને તેણે ગળા, માથા અને કાન પર અલગ-અલગ જગ્યાએ જાણે રિયલ ઘરેણાં હોય એવી મેંદીની ડિઝાઇન બનાવડાવી છે. હાથની મેંદી સુકાયા પછી તે નેકલેસ, બુટ્ટી, માંગટીકા અને નથણી જેવાં ઘરેણાંની મેંદી બનાવીને તૈયાર થઈ હતી. મહિલાનો આ જુગાડ લોકોને બહુ ગમ્યો તો નથી, પરંતુ કમેન્ટ્સમાં અનેક લોકોનું કહેવું હતું કે આ તો વધેલા સોનાના ભાવની સાઇડ-ઇફેક્ટ છે.

