Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સંતાકૂકડી રમવા માટે પલંગના બૉક્સમાં છુપાયેલી બે વર્ષની બાળકી મૃત્યુ પામી

સંતાકૂકડી રમવા માટે પલંગના બૉક્સમાં છુપાયેલી બે વર્ષની બાળકી મૃત્યુ પામી

Published : 07 April, 2026 04:50 PM | Modified : 07 April, 2026 04:56 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૉક્સ ખોલતાં જ અંદર નિર્જીવ દીકરી પડેલી જોવા મળી હતી. અંદર ઑક્સિજન પૂરતો ન મળવાથી દીકરી ગૂંગળાઈને મરી ગઈ હતી.

સંતાકૂકડી રમવા માટે પલંગના બૉક્સમાં છુપાયેલી બે વર્ષની બાળકી મૃત્યુ પામી

અજબગજબ

સંતાકૂકડી રમવા માટે પલંગના બૉક્સમાં છુપાયેલી બે વર્ષની બાળકી મૃત્યુ પામી


ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના જયરામપુરમાં સંતાકૂકડી રમી રહેલી બે વર્ષની બાળકીનું પલંગના બૉક્સમાં દમ ઘૂંટાવાથી મૃત્યુ થયું હતું. રમતાં-રમતાં બાળકી કોઈ તેને જોઈ ન શકે એ માટે બૉક્સ-પલંગમાં જઈને ભરાઈ ગઈ હતી. જોકે બાળકી ત્યાં છુપાઈ છે એવી કોઈને ખબર જ ન પડી. શરૂઆતમાં સંતાકૂકડી દરમ્યાન તે પકડાઈ નહીં અને તેના નામની બૂમો પાડવા છતાં કોઈ જવાબ ન આવ્યો તો લાગ્યું કે દીકરી ક્યાંક દૂર ખૂણામાં જઈને સંતાઈ ગઈ હશે. લગભગ એક-બે કલાક થઈ ગયા છતાં દીકરી ક્યાંય ન દેખાતાં પરિવારજનોની ચિંતા વધી ગઈ. ઘરનો ખૂણેખૂણો તપાસી લીધો પણ ક્યાંય તે દેખાઈ નહીં. ઘરની બહાર, ગલીઓમાં અને બાગ-બગીચાઓમાં જઈને તેની શોધ થઈ પણ ક્યાંય સગડ ન મળ્યા. પરિવારજનોને લાગ્યું કે દીકરીને કોઈ ઉઠાવી ગયું છે. આખરે હતાશ થઈને પોલીસમાં ફરિયાદ કરવી કે કેમ એનો વિચાર કરતાં પરિવારજનો ઘરે આવ્યા અને પલંગ પર બેઠા તો એના બૉક્સનું ઢાંકણું બરાબર ફિટ થયું નહોતું. બૉક્સ ખોલતાં જ અંદર નિર્જીવ દીકરી પડેલી જોવા મળી હતી. અંદર ઑક્સિજન પૂરતો ન મળવાથી દીકરી ગૂંગળાઈને મરી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2026 04:56 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK