કદાચ રોબો હવે માણસોની નોકરી ખાઈ જશે એવું કહેવાય છે. એવી માન્યતા છે કે કદાચ માણસ કામચોરી કરે પણ રોબો તો મશીન છે એટલે એના કામમાં ભૂલ પણ ન થાય અને કામચોરી પણ ન થાય. જોકે હવે ચીનના રોબોએ એ વાત ખોટી પાડી છે.
કામચોર રોબો
કદાચ રોબો હવે માણસોની નોકરી ખાઈ જશે એવું કહેવાય છે. એવી માન્યતા છે કે કદાચ માણસ કામચોરી કરે પણ રોબો તો મશીન છે એટલે એના કામમાં ભૂલ પણ ન થાય અને કામચોરી પણ ન થાય. જોકે હવે ચીનના રોબોએ એ વાત ખોટી પાડી છે. ચીનમાં ૬ રોબોને એક દુકાનમાં ૨૪ કલાકની નોકરી માટે રાખવામાં આવ્યા હતા. એમાંથી ૪ રોબો લગાતાર કામ કરી રહ્યા હતા, પરંતુ બે રોબો અધવચ્ચે જ નકામા થઈ ગયા. આ રોબોને કચરો સાફ કરવાનું કામ આવ્યું ત્યારે જ વાંકું પડ્યું. ૨૪ કલાકમાં તેમણે નાના-મોટા ૧૭૩૦ ટાસ્ક કર્યા હતા, પરંતુ બે રોબોને કામમાં કચરાનો મોટો ઢેર સાફ કરવાનું કામ આપવામાં આવ્યું તો એ દુકાનની બહાર જઈને ઊભા રહી ગયા. શાંઘાઈની રોબો બનાવતી કંપનીના આ રોબોએ ૬૮૩ મહેમાનોનું સ્વાગત કર્યું, ૩૬૯ વાર અભરાઈ પરથી ચોક્કસ સામાન કાઢીને ગ્રાહકને આપ્યો, ૧૪૭ વાર કૉફી બનાવી અને ૧૨૬ લોકોને ફૂડ-ડિલિવરી કરી; પણ જેવી વાત કચરો સાફ કરવાની આવી અને સામે મોટો ઢગલો જોયો એટલે રોબો શૉપની બહાર જઈને ઊભો રહી ગયો. રોબો કંપનીનું કહેવું હતું કે રોબોમાં કોઈ જ ખામી કે ખરાબી ન હોવા છતાં એ કેમ બહાર જતો રહ્યો એ હજી સમજવું પડશે. રાતની શિફ્ટમાં કામ કરતા રોબો વધુ સુસ્ત, કામચોર હોવાનું કંપનીએ નોંધ્યું હતું.
