Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિલે પાર્લેમાં ફટાકડા ફોડવાના વિવાદમાં ૧૯ વર્ષના ટીનેજરની હત્યા

વિલે પાર્લેમાં ફટાકડા ફોડવાના વિવાદમાં ૧૯ વર્ષના ટીનેજરની હત્યા

Published : 10 November, 2026 08:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં રવિવારે રાત્રે ફટાકડા ફોડવા બાબતે થયેલા વિવાદમાં ૧૯ વર્ષના એક યુવાન પર જીવલેણ હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં રવિવારે રાત્રે ફટાકડા ફોડવા બાબતે થયેલા વિવાદમાં ૧૯ વર્ષના એક યુવાન પર જીવલેણ હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં જુહુ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક સગીરને તાબામાં લીધો છે. હુમલામાં જીવ ગુમાવનાર યુવાનની ઓળખ ૧૯ વર્ષના શુભંકર મુખિયા તરીકે થઈ છે.
ઘટનાની વિગતો આપતાં જુહુ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે રાત્રે આશરે ૧૧ વાગ્યે શુભંકર મુખિયા તેના મિત્રો સાથે જુહુ બીચ તરફ જઈ રહ્યો હતો. રસ્તા પરથી પસાર થતી વખતે તેમનામાંથી કોઈએ એક મોટરસાઇકલ નજીક ફટાકડો ફોડ્યો હતો, જેને પગલે બાઇકસવાર સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
ત્યાર બાદ બાઇકસવારે પોતાના અન્ય બે સાથીઓને સ્થળ પર બોલાવી લીધા હતા. આ ત્રણેય જણે ભેગા મળીને શુભંકર અને તેના મિત્રો પર હિંસક હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા શુભંકરનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના એક મિત્રને પણ ગંભીર ઈજા થઈ હતી.
આ ઘટના વિશે હત્યાનો ગુનો નોંધીને જુહુ પોલીસે તપાસ માટે જુદી-જુદી ટીમો બનાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં તપાસ હાથ ધરીને વિલે પાર્લે (વેસ્ટ)ના નેહરુનગરમાં રહેતા ૨૩ વર્ષના રાહુલ મંડલ અને બાવીસ વર્ષના રવિકુમાર દેવેન્દ્રની ધરપકડ કરી છે, જ્યારે એક સગીરને અટકમાં લીધો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2026 08:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK