Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વડાલામાં બે બસ વચ્ચે બે કાર કચડાઈ, ૬ લોકોને ઈજા

વડાલામાં બે બસ વચ્ચે બે કાર કચડાઈ, ૬ લોકોને ઈજા

Published : 10 November, 2026 08:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બધા જ ઘાયલોને ત્યાર બાદ સાયન હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં. એ પછી નુકસાન પામેલી બન્ને કારને ક્રેનની મદદથી દૂર કરવામાં આવી હતી.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


વડાલાના ન્યુ કફ પરેડમાં લોઢા જંક્શન પાસે ગઈ કાલે રાતે ૮.૩૦ વાગ્યાની આસપાસ વિચિત્ર અકસ્માત થયો હતો. જંક્શન પર સિગ્નલ રેડ હોવાને કારણે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય અૅન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસ ઊભી હતી. એની પાછળ અર્ટિગા કાર અને એની પાછળ બીજી કાર ઊભી હતી. એ વખતે પાછળથી આવેલી BESTની બસના ડ્રાઇવરે કન્ટ્રોલ ગુમાવ્યો હતો અને કારને બસે ઠોકી દીધી હતી. એના કારણે બન્ને કાર બે બસની વચ્ચે કચડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં પહેલી કારના ડ્રાઇવરને પગમાં ગંભીર ઈજા થઈ હતી, જ્યારે ત્રણ પ્રવાસીઓને મામૂલી ઈજાઓ થઈ હતી. બીજી કારમાં પ્રવાસ કરી રહેલી મહિલા અને પુરુષ પણ આ અકસ્માતમાં ઘવાયાં હતાં. બધા જ ઘાયલોને ત્યાર બાદ સાયન હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં. એ પછી નુકસાન પામેલી બન્ને કારને ક્રેનની મદદથી દૂર કરવામાં આવી હતી.

બોરીવલી-ઈસ્ટમાં મુસાફરો માટે BESTએ શરૂ કર્યો નવો AC સર્ક્યુલર બસ-રૂટ



બોરીવલી (ઈસ્ટ)માં મુસાફરોની સુવિધા અને લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી વધારવા માટે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) ઉપક્રમે સોમવારથી નવો ઍર-કન્ડિશન્ડ (AC) સર્ક્યુલર બસ-રૂટ A-636 શરૂ કર્યો છે. આ સર્ક્યુલર-સર્વિસ બોરીવલી રેલવે-સ્ટેશન (ઈસ્ટ)ને ગૌતમનગર, અનિતાનગર અને અ‌લિકાનગર જેવા મહત્ત્વના રહેણાક વિસ્તારો સાથે જોડશે. આ ઉપરાંત એ ઓમકારેશ્વર મંદિર, ઠાકુર કૉલેજ અને સમતાનગર જેવા મુખ્ય લૅન્ડમાર્ક પાસેથી પસાર થશે જેનાથી સ્થાનિક સ્તરે મુસાફરી કરતા પ્રવાસીઓને સીધો અને સરળ વિકલ્પ મળશે.
BEST દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ રૂટ A-636 પર દરરોજ ૧૭થી ૨૦ મિનિટની ફ્રીક્વન્સી સાથે બસ દોડાવવામાં આવશે. બોરીવલી સ્ટેશન (ઈસ્ટ)થી પ્રથમ બસ સવારે ૬.૪૦ વાગ્યે ઊપડશે, જ્યારે આ રૂટ પર છેલ્લી બસ રાત્રે ૧૦ વાગ્યે રવાના થશે. 


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2026 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK