Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અમેરિકામાં બે વર્ષનું કુપોષિત બાળક દીવાલોની પોપડી અને ગંદું ડાઇપર ખાઈને મર્યું

અમેરિકામાં બે વર્ષનું કુપોષિત બાળક દીવાલોની પોપડી અને ગંદું ડાઇપર ખાઈને મર્યું

Published : 14 April, 2026 08:36 PM | IST | America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાળકોમાં કુપોષણ કોઈ પછાત દેશમાં જોવા મળે તો સમજાય, પરંતુ થોડા દિવસ પહેલાં અમેરિકાના ઇન્ડિયાનામાં બે વર્ષના એરિક નામના બાળકનું મૃત્યુ જે હાલતમાં થયું એ જોઈને પોલીસોને પણ કમકમાં આવી ગયાં હતાં.

અમેરિકામાં બે વર્ષનું કુપોષિત બાળક દીવાલોની પોપડી અને ગંદું ડાઇપર ખાઈને મર્યું

અમેરિકામાં બે વર્ષનું કુપોષિત બાળક દીવાલોની પોપડી અને ગંદું ડાઇપર ખાઈને મર્યું


બાળકોમાં કુપોષણ કોઈ પછાત દેશમાં જોવા મળે તો સમજાય, પરંતુ થોડા દિવસ પહેલાં અમેરિકાના ઇન્ડિયાનામાં બે વર્ષના એરિક નામના બાળકનું મૃત્યુ જે હાલતમાં થયું એ જોઈને પોલીસોને પણ કમકમાં આવી ગયાં હતાં. પોલીસે તેના પેરન્ટ્સ પર ગંભીર આરોપો મૂક્યા હતા, કેમ કે બાળક જે કન્ડિશનમાં તેની રૂમમાં મૃત અવસ્થામાં મળ્યું હતું એ દર્શાવતું હતું કે બાળક કુપોષણ અને ડીહાઇડ્રેશનને કારણે મૃત્યુ પામ્યું છે. રૂમમાં ચોતરફ ગંદકી ફેલાયેલી હતી. તેના શરીર પર કીડા કરડી ગયા હોવાથી ચકામાં પડી ગયાં હતાં. તેના શરીર અને મોં પાસે તેના જ ડાઇપરના અવશેષો અને મળ ચોંટેલો હતા. જે દીવાલની નજીક બાળક પડેલું હતું ત્યાંની દીવાલની પોપડીઓ પણ બાળકના હાથની નાજુક આંગળીઓના નખમાં ચોંટેલી હતી. પોલીસે બાળકનું પોસ્ટમૉર્ટમ કર્યું તો તેના પેટમાં દીવાલનો પેઇન્ટ, ડાઇપર અને મળના અવશેષો મળી આવ્યા હતા. આ કપલ બાળકને રૂમમાં કલાકો સુધી એકલું મૂકીને જતું રહેતું હતું. તેની રૂમમાં વેન્ટિલેશન નહોતું અને તેને દિવસમાં એકાદ વાર માંડ થોડુંક ખાવાનું અપાતું હતું. આ બાળક સાથે કેમ આamericaવું કરવામાં આવ્યું હતું એનું કારણ પોલીસ શોધી રહી છે અને પોતાના સંતાન પ્રત્યે બેદરકારી દાખવવા બદલ પેરન્ટ્સની ધરપકડ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 08:36 PM IST | America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK