કોઈ પણ સાસુ-વહુ વચ્ચે ઝઘડા થાય એ તો સામાન્ય છે, પણ કોઈ સાસુ-વહુ વચ્ચે એટલો પ્રેમ હોય ખરો કે બેઉ એકમેક માટે પ્રાણ ત્યજવા તૈયાર થઈ જાય? માન્યામાં ન આવે એવું કંઈક ઉદયપુર પાસેના પંડ્યાવાડા ગામમાં બન્યું છે.
અજબગજબ
૯૦ વર્ષનાં ભરીબાઈ જોશી, તેમની વહુ ઉષા
કોઈ પણ સાસુ-વહુ વચ્ચે ઝઘડા થાય એ તો સામાન્ય છે, પણ કોઈ સાસુ-વહુ વચ્ચે એટલો પ્રેમ હોય ખરો કે બેઉ એકમેક માટે પ્રાણ ત્યજવા તૈયાર થઈ જાય? માન્યામાં ન આવે એવું કંઈક ઉદયપુર પાસેના પંડ્યાવાડા ગામમાં બન્યું છે. એ ગામમાં ૯૦ વર્ષનાં ભરીબાઈ જોશી નામનાં મહિલાનું મૃત્યુ થયું એને પગલે તેમના ઘરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. સૌથી વધુ આઘાત તેમની વહુ ઉષાને લાગ્યો હોય એવું લાગતું હતું. ક્યાંય સુધી ઉષા સાસુના મૃતદેહને વળગીને ધ્રુસકે-ધુસકે રડતી રહી અને છેવટે એમ જ મૃતદેહ પર જ સૂધબૂધ ગુમાવીને ઢળી પડી હતી. ભૂરીબાઈની અંતિમયાત્રાને પડતી મૂકીને પરિવારજનો ઉષાને ૧૫ કિલોમીટર દૂર ડુંગરપુરની સરકારી હૉસ્પિટલમાં લઈ ગયા પણ ત્યાં તેને મૃત્યુ પામેલી જાહેર કરવામાં આવી. આખરે પરિવારજનોએ સાસુ-વહુ બન્નેના એકસાથે એક જ ચિતા પર અગ્નિસંસ્કાર કર્યા હતા.