સાદા પૅન્ટ-શર્ટની ઉપર ઝૂમખાં? ભરટ્રાફિકમાં લોકો એ ઝુમ્મર જેવાં બુટિયાં જોઈને અચંબિત થઈ ગયા હતા.
અજીબોગરીબ બુટિયાં પહેરેલા અંકલ
સોશ્યલ મીડિયા પર એક મજેદાર વિડિયો વાઇરલ થયો છે. એમાં એક અંકલ બાઇક પર જઈ રહ્યા છે. તેમણે હેલ્મેટ તો નથી જ પહેરી, પણ એને કારણે તેમના કાનમાં જે અજીબોગરીબ બુટિયાં પહેરેલાં છે એણે અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સ્ત્રીઓ જે ઝૂમખાં પહેરે એ આ અંકલે પહેર્યાં હતાં. એવું પણ નહોતું કે તેમણે કોઈકનો વેશ ધારણ કર્યો હોય. સાદા પૅન્ટ-શર્ટની ઉપર ઝૂમખાં? ભરટ્રાફિકમાં લોકો એ ઝુમ્મર જેવાં બુટિયાં જોઈને અચંબિત થઈ ગયા હતા.

