૯૦ બાળકો માટે જે દૂધની ફાળવણી થાય છે એ દૂધ રસોઈયા સહિત બીજા મળતિયાઓના ખિસ્સામાં જાય છે.
એક બાલટી પાણી ભરીને એમાં એક લીટર દૂર રેડીને મિક્સ કરવામાં આવે છે
ઉત્તર પ્રદેશના ઢિકવાહા ગામમાં આવેલી પ્રાથમિક સ્કૂલનો એક વિડિયો સામે આવ્યો છે. એમાં મિડ-ડે મીલમાં થતી ઝોલઝાલ ઉજાગર થઈ છે. સ્કૂલમાં ૯૦ બાળકો છે, પણ તેમને આપવા માટે માત્ર એક લીટર દૂધ જ ખરીદવામાં આવે છે. એક બાલટી પાણી ભરીને એમાં એક લીટર દૂર રેડીને મિક્સ કરવામાં આવે છે અને બધાં જ બાળકોને દૂધ આપવામાં આવે છે. આ દૂધમાં પાણી મેળવાઈ રહ્યું છે કે પાણીમાં દૂધ એવો સવાલ ખડો કરે છે. ૯૦ બાળકો માટે જે દૂધની ફાળવણી થાય છે એ દૂધ રસોઈયા સહિત બીજા મળતિયાઓના ખિસ્સામાં જાય છે.
