ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં એક પરિવારે પાળેલી બિલાડીને શોધવા માટે દિવસ-રાત એક કર્યાં છે.
બબલી નામની આ બિલાડી
ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં એક પરિવારે પાળેલી બિલાડીને શોધવા માટે દિવસ-રાત એક કર્યાં છે. બબલી નામની આ બિલાડી છેલ્લાં બે વર્ષથી આ પરિવારની સાથે રહેતી હતી. એ ઘરની જ સભ્ય બની ગઈ હતી. જોકે પચીસેક દિવસ પહેલાં બિલાડી ઘરની બહાર રમતાં-રમતાં થોડેક દૂર નીકળી ગઈ હતી અને પછી પાછી જ ન આવી. એ પછી પરિવારજનોએ બબલીને શોધવા આખું ગામ ફંફોસી નાખ્યું હતું. તેમણે પોસ્ટરો લગાવીને લોકોને વિનંતી કરી હતી કે ક્યાંય બબલી દેખાય તો જાણ કરવી. એ પછી પણ પત્તો ન લાગતાં પરિવારે બબલી શોધી આપનારને ૫૦૦૦ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે એવી જાહેરાત કરી છે.
