Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૩ વર્ષના છોકરાએ ૫૦,૦૦૦નું ડુક્કર ૪.૭૫ કરોડમાં વેચ્યું

૧૩ વર્ષના છોકરાએ ૫૦,૦૦૦નું ડુક્કર ૪.૭૫ કરોડમાં વેચ્યું

Published : 02 June, 2026 11:30 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૩ વર્ષના એક છોકરાએ પોતાના પાળેલા ડુક્કરને પાંચ લાખ ડૉલર એટલે કે લગભગ ૪.૭૫ કરોડ રૂપિયામાં વેચ્યું હતું

હકીકતમાં એક બાળકને એક ડુક્કરના બદલામાં આટલી સ્કૉલરશિપ મળી એવું કહી શકાય

અજબ ગજબ

હકીકતમાં એક બાળકને એક ડુક્કરના બદલામાં આટલી સ્કૉલરશિપ મળી એવું કહી શકાય


અમેરિકામાં એક ડુક્કરની સરેરાશ કિંમત ૫૦,૦૦૦ રૂપિયા સુધીની હોય છે, પરંતુ ૧૩ વર્ષના એક છોકરાએ પોતાના પાળેલા ડુક્કરને પાંચ લાખ ડૉલર એટલે કે લગભગ ૪.૭૫ કરોડ રૂપિયામાં વેચ્યું હતું. આ ઘટના અમેરિકાના હ્યુસ્ટનમાં લાઇવસ્ટૉક શોમાં બની હતી. આ શોમાં બાળકો મહિનાઓ સુધી કોઈ પ્રાણીને ઉછેરે છે, તેને સંભાળે છે, રમાડે છે, ખવડાવે છે અને મોટું કરે છે. આ પ્રાણીની તેઓ જેટલી સારી દેખરેખ કરે છે એ મુજબ તેમને ઑક્શનમાં પૈસા મળવાની સંભાવના હોય છે. લાઇવસ્ટૉક શો એ કોઈ પ્રાણીઓ ખરીદવાનો શો નથી પરંતુ એમાં મોટા બિઝનેસમેન અને અમીરો અને દાનેશ્વરીઓ આવે છે અને બાળકોના ભણતર અને બાળકોએ કરેલા કોઈક ખેતીના પ્રોજેક્ટ્સ હોય તો એને સપોર્ટ કરવા માટે બોલી લગાવે છે. આ પૈસા પાળેલા પ્રાણીને જોઈને નહીં પણ એને પાળનાર વ્યક્તિને જોઈને અપાય છે. આ મળેલી રકમ ટીનેજર્સ તેમના ભણતર માટે અને કમ્યુનિટી વર્કને પ્રોત્સાહન આપવા માટે વાપરે છે. એટલે આમ જોઈએ તો લાગે કે ડુક્કર ૪.૭૫ કરોડમાં વેચાયું, પરંતુ હકીકતમાં એક બાળકને એક ડુક્કરના બદલામાં આટલી સ્કૉલરશિપ મળી એવું કહી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2026 11:30 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK