Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પતિએ પત્નીના મોબાઇલમાં પોતાના ફોટો પર ભૂરું ડ્રમ અને સિમેન્ટ લખેલું જોયું, તરત પત્નીનાં લગ્ન બૉયફ્રેન્ડ સાથે ક

પતિએ પત્નીના મોબાઇલમાં પોતાના ફોટો પર ભૂરું ડ્રમ અને સિમેન્ટ લખેલું જોયું, તરત પત્નીનાં લગ્ન બૉયફ્રેન્ડ સાથે ક

Published : 20 March, 2026 12:28 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પતિએ સામે ચાલીને પત્નીનાં લગ્ન પ્રેમી સાથે કરાવી આપવાની તૈયારી બનાવી દીધી.

દંપતી

અજબ ગજબ

દંપતી


ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં એક માણસે પોતાની પત્નીનાં લગ્ન તેના બૉયફ્રેન્ડ સાથે કરાવી આપ્યાં અને તેની સાથે જ વિદાય પણ કરી દીધી. વાત એમ હતી કે દોતગઢ ગામમાં રહેતા રાજકુમાર નામના ભાઈનાં લગ્નના થોડા સમય પછી તરત જ વૈવાહિક જીવનમાં તનાવ શરૂ થયો હતો. પતિનો આરોપ હતો કે તેની પત્ની વારંવાર ઝઘડો કરીને ઘર છોડીને જતી રહે છે. વિવાદો વચ્ચે પણ તેમને એક સંતાન થયું, પરંતુ પત્ની એ પછી પણ પતિ સાથે ઝઘડા કરી રહી હતી. મામલો ફૅમિલી કોર્ટના મિડિએશન સેલમાં પહોંચ્યો. બન્ને પક્ષોને બોલાવવામાં આવ્યા ત્યારે પણ પત્નીએ પતિ સાથે રહેવાનો ઇનકાર કરી દીધો અને પ્રેમી સાથે જ જીવન જીવીશ એ વાતે જીદ લીધી. પતિ તેને છૂટાછેડા આપવા નહોતો માગતો, પરંતુ એક દિવસ તેણે પત્નીના મોબાઇલમાં પોતાનો ફોટો જોયો. એના પર લખ્યું હતું ‘નીલા ડ્રમ, સિમેન્ટ’. બસ આ બે શબ્દોએ ચમત્કાર કરી દીધો. પતિએ સામે ચાલીને પત્નીનાં લગ્ન પ્રેમી સાથે કરાવી આપવાની તૈયારી બનાવી દીધી.


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2026 12:28 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK