Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પહેલાં દીકરીના મંગેતર સાથે ભાગી ગયેલી મહિલા દસ મહિનામાં તેને છોડીને બનેવી સાથે ભાગી

પહેલાં દીકરીના મંગેતર સાથે ભાગી ગયેલી મહિલા દસ મહિનામાં તેને છોડીને બનેવી સાથે ભાગી

Published : 13 February, 2026 01:48 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કપડાં લેવા-દેવાના બહાને તેમની વચ્ચે વાતચીત વધી અને પ્રેમસંબંધ થઈ ગયો

પ્રેમીપંખીડાં

અજબ ગજબ

પ્રેમીપંખીડાં


ઉત્તર પ્રદેશના અલીગઢમાં અનીતા નામની મહિલા દીકરીના મંગેતર રાહુલ સાથે ભાગી ગયેલી એ વાત બહુ ચર્ચામાં આવી હતી. દીકરી માટે મુરતિયો જોવા ગયેલી અનીતાદેવીએ દીકરીએ પસંદ કરેલા છોકરા સાથે ભાગીને ઘર માંડી દીધું હતું. લગભગ ૧૦ મહિના સાથે રહ્યા પછી હવે તેણે રાહુલને પણ દગો આપ્યો. હવે રાહુલે પોલીસમાં ફરિયાદ કરી છે કે અનીતા તેના ઘરમાંથી બે લાખ રૂપિયા લઈને ભાગી ગઈ છે. વાત એમ છે કે આ વખતે હવે અનીતાદેવી તેના ભૂતપૂર્વ પતિના બનેવી સાથે ફરાર થઈ ગઈ છે. અનીતાદેવી રાહુલ સાથે બિહારના સીતામઢી જિલ્લામાં રહેવા લાગી હતી. એ દરમ્યાન તે પહેલા પતિ જિતેન્દ્રકુમારના બનેવીના સંપર્કમાં આવી હતી. તે કપડાંના વેપારી હતા. કપડાં લેવા-દેવાના બહાને તેમની વચ્ચે વાતચીત વધી અને પ્રેમસંબંધ થઈ ગયો. બસ, એ પછી અનીતાદેવી રાહુલને છોડીને બનેવી સાથે રહેવા જતી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2026 01:48 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK