પહેલાં પોતાના ક્લિનિકમાં મેડિકલ પ્રૅક્ટિસ કરતો હતો, પણ તેને કારચોરીની એવી લત લાગી કે તેણે ક્લિનિકને તાળાં મારી દઈને આ ચોરીના ધંધામાં ઝંપલાવી દીધું.
વડોદરાની ક્રાઇમ બ્રાન્ચે ત્રણ મોસ્ટ વૉન્ટેડ કારચોરને પકડ્યા છે
વડોદરાની ક્રાઇમ બ્રાન્ચે ત્રણ મોસ્ટ વૉન્ટેડ કારચોરને પકડ્યા છે એમાં એક ડૉક્ટર છે. ૧૪૦ કાર ચોરનાર આ ત્રિપુટીમાં ડૉ. હરેશ માનિયા, તેમનો ભાઈ અરવિંદ માનિયા અને તાહેર અન્વર હુસેન છે. તેઓ વડોદરામાં કાર ચોરીને એને રાજકોટ મોકલતા હતા અને ત્યાં એના સ્પેરપાર્ટ્સ છૂટા પાડીને વેચતા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે આરોપી હરેશ પાસે બૅચલર ઑફ ઈસ્ટર્ન મેડિસિન ઍન્ડ સર્જરી (BEMS)ની ડિગ્રી છે. તે પહેલાં પોતાના ક્લિનિકમાં મેડિકલ પ્રૅક્ટિસ કરતો હતો, પણ તેને કારચોરીની એવી લત લાગી કે તેણે ક્લિનિકને તાળાં મારી દઈને આ ચોરીના ધંધામાં ઝંપલાવી દીધું.

