Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વારાણસીનો વાઇરલ ચોર : શોરૂમમાં ઘૂસીને કૉફી પીધી, નાહ્યો, લુંગી ડાન્સ કર્યો અને પછી ૪ લાખની બાઇક લઈને ભાગ્યો

વારાણસીનો વાઇરલ ચોર : શોરૂમમાં ઘૂસીને કૉફી પીધી, નાહ્યો, લુંગી ડાન્સ કર્યો અને પછી ૪ લાખની બાઇક લઈને ભાગ્યો

Published : 15 August, 2026 02:01 PM | IST | Varanasi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુકાનના CCTV કૅમેરા તપાસ્યા તો ચોરની કરતૂત સામે આવી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અજબ ગજબ

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


ચોરી કરવા માટે કોઈ દુકાન કે ઘરફોડી કરે તો જેટલું બને એટલું ઝડપથી ઘટનાસ્થળેથી નીકળી જાય, પરંતુ વારાણસીના ઉદય ઑટો સેલ્સ શોરૂમમાં એક ચોર જાણે રાત ગાળવા માટે જ ઘૂસ્યો હોય એવું લાગ્યું. ચોર લગભગ રાતે ૧૧ વાગ્યાના અરસામાં શોરૂમમાં ઘૂસ્યો હતો. પહેલાં તો તેણે અંદરના ફ્રિજમાંથી ઠંડું પાણી કાઢીને પીધું. એ પછી તેણે આરામથી મશીનમાંથી કૉફી બનાવીને પીધી. બાથરૂમમાં ગયો અને મજાનું નાહી લીધું. એ પછી બહાર આવીને બાઇક પર ઢાંકેલા કવરમાંથી લુંગી બનાવીને ક્યાંય સુધી મસ્ત લુંગી ડાન્સ કર્યો. લગભગ સવારે ૪ વાગ્યે મળસકે ભાઈસાહેબે શોરૂમમાંથી નીકળવાનો પ્લાન બનાવ્યો. અંદર પડેલી મૅનેજરની એક ઍડ્વેન્ચર બાઇક હતી એ લઈને તે સવારે ત્યાંથી નીકળી ગયો. ૧૦ ઑગસ્ટની રાતની આ ઘટના હતી. સવારે જ્યારે મૅનેજર શોરૂમ પર પહોંચ્યો તો તેની બાઇક ગાયબ હતી. દુકાનના CCTV કૅમેરા તપાસ્યા તો ચોરની કરતૂત સામે આવી. ચોર એક્ઝૅક્ટ ૧૧.૧૨ વાગ્યે શોરૂમનો કાચનો દરવાજો તોડીને અંદર ઘૂસ્યો હતો. એ પછી તેણે જેકંઈ પણ કર્યું એ બધું જ કૅમેરામાં રેકૉર્ડ થયું હતું. શોરૂમની બહારના CCTV કૅમેરાઓની લિન્ક મેળવીને પોલીસે ચોરનું પગેરું શોધી લીધું હતું અને હવે તે પોલીસની પકડમાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 August, 2026 02:01 PM IST | Varanasi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK