Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બેકાબૂ થયેલા હાથીને જંગલખાતાએ બેહોશીનું ઇન્જેક્શન આપ્યું તોય શાંત ન થયો, હાથિણીને જોતાં જ શાંત થઈ ગયો

બેકાબૂ થયેલા હાથીને જંગલખાતાએ બેહોશીનું ઇન્જેક્શન આપ્યું તોય શાંત ન થયો, હાથિણીને જોતાં જ શાંત થઈ ગયો

Published : 29 May, 2026 10:35 AM | IST | Bhopal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રાણીનિષ્ણાતોની સલાહ લેવામાં આવી તો તેમનું કહેવું હતું કે આ હાથી સ્વભાવગત હિંસક નથી, પરંતુ એ જે ઝૂંડનો ભાગ હતો એ હાથીઓ છત્તીસગઢ જતા રહ્યા હોવાથી એ ખૂબ એકલવાયું અનુભવતો હતો

આ હાથીને કાબૂમાં લાવવા માટે વનવિભાગે બાંધવગઢ ટાઇગર રિઝર્વમાંથી રામા નામની એક ટ્રેઇન થયેલી હાથિણીને E-5 હાથીની આસપાસના વિસ્તારમાં ઉતારી

અજબ ગજબ

આ હાથીને કાબૂમાં લાવવા માટે વનવિભાગે બાંધવગઢ ટાઇગર રિઝર્વમાંથી રામા નામની એક ટ્રેઇન થયેલી હાથિણીને E-5 હાથીની આસપાસના વિસ્તારમાં ઉતારી


મધ્ય પ્રદેશના શહડોલ અને અનૂપપુરના જંગલમાં E-5 નામનો હાથી ગાંડો થયો હતો અને એ બેફામ થઈને તોડફોડ અને ઉધમ મચાવી રહ્યો હતો. જંગલમાં છૂટા ફરતા આ હાથીને કાબૂમાં રાખવો એ જંગલખાતાના લોકો માટે પણ માથાનો દુખાવો બની ગયો હતો. આ હાથીએ ત્રણ ગ્રામજનોને કચડીને મારી નાખ્યા હતા અને પાળેલા પ્રાણીઓ પર હુમલો કરીને કોઈના પણ ઘરને તબાહ કરી નાખતો હતો. વનવિભાગના અધિકારીઓએ એને શાંત પાડવા માટે બેહોશી અને નશાનું ઇન્જેક્શન આપ્યું હતું. એમ છતાં એ કાબૂમાં નહોતો આવતો. બેહોશ કરવાનાં અનેક ઇન્જેક્શન પછી પણ જ્યારે તે જાગતો ત્યારે હિંસક થઈ ઊઠતો. એને પૂરવામાં આવેલા પિંજરાને પણ તેણે તોડી નાખ્યું અને એના ગળામાં બાંધેલું ટ્રૅકિંગ ડિવાઇસ પણ તોડી નાખ્યું હતું. જ્યારે આ મામલે પ્રાણીનિષ્ણાતોની સલાહ લેવામાં આવી તો તેમનું કહેવું હતું કે આ હાથી સ્વભાવગત હિંસક નથી, પરંતુ એ જે ઝૂંડનો ભાગ હતો એ હાથીઓ છત્તીસગઢ જતા રહ્યા હોવાથી એ ખૂબ એકલવાયું અનુભવતો હતો અને ડિપ્રેશનને કારણે અચાનક બેકાબૂ થઈ ઊઠતો હતો.

આ હાથીને કાબૂમાં લાવવા માટે વનવિભાગે બાંધવગઢ ટાઇગર રિઝર્વમાંથી રામા નામની એક ટ્રેઇન થયેલી હાથિણીને E-5 હાથીની આસપાસના વિસ્તારમાં ઉતારી. જંગલી હાથી માણસો તો ઠીક, હાથીઓ પર પણ હિંસક બની જતા હોય છે, પરંતુ E-5 હાથીએ રામાને જોતાં જ એ જાણે પિગળી ગયો હોય એવું લાગ્યું. એ સામેથી ચાલીને રામા પાસે આવ્યો અને જાણે બન્ને શાંતિથી વાતો કરતાં હોય એમ એકમેકની આસપાસ ખાસ્સો સમય ગાળ્યો. અધિકારીઓને પણ સમજાઈ ગયું કે દરેક હાથીને કાબૂમાં લેવા માટે કડકાઈની જરૂર નથી હોતી. E-5 હાથી પ્રેમનો ભૂખ્યો હતો અને રામામાં એને કમ્પૅન્યન મળી જતાં એનું વર્તન ખૂબ જ બદલાઈ ગયું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2026 10:35 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK