સોશ્યલ મીડિયામાં આ તસવીરો વાઇરલ થતાં અમેરિકનોએ પણ આ પ્રકારની ઘટનાઓ પર પ્રશાસને ઍક્શન લેવી જોઈએ એવી ડિમાન્ડ કરી હતી
આ ઘટના પર દુનિયાભરના સોશ્યલ મીડિયા યુઝર્સનો ગુસ્સો ફાટી નીકળ્યો છે
અમેરિકામાં બનેલી એક ઘટનાને કારણે સોશ્યલ મીડિયા પર જબરી ચર્ચા ફાટી છે. વાત ૧૨ વર્ષની એક છોકરીની છે. હજી તે ટીનેજમાં પણ નથી પ્રવેશી અને પ્રેગ્નન્ટ છે. આ ઘટના ભારતીય સમાજમાં બને તો પેરન્ટ્સ તરત જ બાળક જેવી દીકરીનું અબૉર્શન કરાવવા જ દોડે. એટલું જ નહીં, આ વાત સમાજમાં ક્યાંય જાહેર ન થાય એની તકેદારી લે. જોકે મિસિસિપીના ગ્રીનવુડમાં રહેતા એક પરિવારે ૨૭ એપ્રિલે પોતાની દીકરીની કેટલીક તસવીરો શૅર કરીને જાહેર કર્યું હતું કે તેમણે પોતાની ૧૨ વર્ષની દીકરીનું બેબી શાવર ગોઠવ્યું છે. બેબી શાવરની સજાવટની સાથે દીકરી તેના પેરન્ટ્સ સાથે છે. બેબી શાવર કરવાનું હોય એટલે છોકરી ઑલરેડી છ-સાત મહિનાની પ્રેગ્નન્ટ હશે જ. જસ્ટ કલ્પના કરો. ૧૨ વર્ષની છોકરી ૭ મહિનાની પ્રેગ્નન્ટ છે અને પેરન્ટ્સ તેને સપોર્ટ કરી રહ્યા છે. બીજી એક તસવીરમાં આ બાળકના પિતા સાથે પણ છોકરી દેખાય છે. આ ઘટના પર દુનિયાભરના સોશ્યલ મીડિયા યુઝર્સનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. આ કોઈ પારિવારિક મામલો નથી, પરંતુ બાળકોની સુરક્ષા અને તેમના ભવિષ્ય સાથે સંકળાયેલો મુદ્દો છે.
તેનો પાર્ટનર એટલે બાળકનો પિતા છોકરી કરતાં જસ્ટ એક વર્ષ મોટો છે. સોશ્યલ મીડિયામાં આ તસવીરો વાઇરલ થતાં અમેરિકનોએ પણ આ પ્રકારની ઘટનાઓ પર પ્રશાસને ઍક્શન લેવી જોઈએ એવી ડિમાન્ડ કરી હતી. જોકે હજી સ્પષ્ટ નથી થયું કે સ્થાનિક સરકારે કે પછી ચાઇલ્ડ પ્રોટેક્શન એજન્સીઓએ આ મામલે કોઈ કાર્યવાહી કરી છે કે નહીં.
