લગ્નના સ્ટેજ પર જાણે જિમ ખોલ્યું હોય એમ પતિ-પત્ની બન્ને દુલ્હા-દુલ્હનના વેશમાં જ પુશ-અપ્સ કરવા માંડે એવું ક્યારેય જોયું છે? એક વાઇરલ વિડિયોમાં આ ઘટના હકીકતમાં બની છે.
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
લગ્નના સ્ટેજ પર જાણે જિમ ખોલ્યું હોય એમ પતિ-પત્ની બન્ને દુલ્હા-દુલ્હનના વેશમાં જ પુશ-અપ્સ કરવા માંડે એવું ક્યારેય જોયું છે? એક વાઇરલ વિડિયોમાં આ ઘટના હકીકતમાં બની છે. Witty_wedding નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઘણા વખત પહેલાં પોસ્ટ થયેલો વિડિયો તાજેતરમાં વાઇરલ થયો છે. એમાં યુગલ પહેલાં તો લગ્નની વિધિ પતાવે છે અને વરમાળાનો કાર્યક્રમ પૂરો થયા પછી મહેમાનો સાથે ચાલી રહેલી હસીમજાકમાં એકમેકને પુશ-અપ્સ કરવાનો પડકાર ફેંકે છે. બન્ને એ પડકાર ઉપાડી લે છે અને દુલ્હા-દુલ્હનના ભારેખમ કૉસ્ચ્યુમની સાથે જ સ્ટેજ પર તેઓ પુશ-અપ્સ કરવા માંડે છે. આ નઝારો જોઈને બધા ચોંકી જાય છે અને મહેમાનોમાં હાસ્યનું મોજું ફરી વળે છે. મહેમાનો તાળીઓ પાડીને બન્નેને પાનો ચડાવીને મજા લે છે. દુલ્હો તો પુશ-અપ્સ કરી લેશે એવું બધાને લાગતું હતું, પરંતુ દુલ્હન ઘાઘરા-ચોલી અને ભારેખમ ઘરેણાંની સાથે પણ જે રીતે પુશ-અપ્સ કરે છે એ જોઈને બધા દંગ રહી ગયા હતા. આ કપલ ખરેખર ફિટનેસ ગોલ્સ કપલ બનશે એવી કમેન્ટ્સ ચોતરફથી તેમને મળી રહી છે.

