Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લગ્નની જબરી ઉતાવળ આ દુલ્હાને! દુલ્હનને હાર પહેરાવવા સોફા પરથી માર્યો કુદકો, પછી…

લગ્નની જબરી ઉતાવળ આ દુલ્હાને! દુલ્હનને હાર પહેરાવવા સોફા પરથી માર્યો કુદકો, પછી…

Published : 03 June, 2025 05:02 PM | Modified : 04 June, 2025 06:58 AM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Viral Video: લગ્નનો એક અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે; જેમાં દુલ્હનના સંબંધીઓ હાર પહેરાવવામાંગમ્મત કરી રહ્યા છે ત્યારે દુલ્હો કંઈક એવું કરે છે કે બધા જમીન પર પડી જાય છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


આજકાલ લગ્નની વિધિઓ કરતા લોકોને લગ્નના વીડિયો બનાવવામાં વધુ રસ હોય છે. લગ્નના ઘણાં વીડિયો લોકો માત્ર એટલા માટે બનાવતા હોય છે કે, તે રીલના રૂપે વાયરલ થઈ જાય. કેટલાક લોકો તો એવી તકની રાહ જ જોતા હોય છે કે લગ્નમાં કંઈક મજેદાર બનાવ બને અને તેનો વીડિયો બનાવીને શૅર કરી શકાય. જેથી વીડિયો વાયરલ (Viral Video) થઈ શકે. છેલ્લા ઘણાં સમયથી લગ્નના વીડિયો લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે અને આ ચક્કરમાં લગ્નના ફૅક વીડિયો પણ બનવા લાગ્યા છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા (Social Media) પર લગ્નનો એક વીડિયો ખુબ વાયરલ થયો છે. જેમાં જયમાલા પહેરાવતી વખતે એક અનોખી ઘટના ઘટે છે.


આજકાલ એક વીડિયો હેડલાઇન્સમાં છવાઈ રહ્યો છે, જેમાં વરરાજા તેની દુલ્હનને માળા પહેરાવવા માટે સોફા પરથી કૂદી પડે છે. આ અનોખા અને રમુજી દ્રશ્યને જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી. આ વીડિયો જોઈને તમે પણ ચોક્કસ પેટ પકડીને હસશો.



અહીં જુઓ વાયરલ વીડિયોઃ


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Funny l memes l comedy ? (@im_skfun)


આ વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા અને કન્યા વરમાળાની વિધિ માટે સ્ટેજ પર ઉભા છે. આ વીડિયોમાં લગ્નમાં જયમાળાની વિધિ શરૂ હોય છે. દુલ્હન પોતાના વરરાજાના ગળામાં વરમાળા પહેરાવી ચૂકી હોય છે, ત્યાર બાદ વરને કન્યાના ગળામાં વરમાળા પહેરાવવાની હોય છે. ત્યારે જ કન્યાના સંબંધીઓને મશ્કરી કરી. તે વર માટે આ કામ મુશ્કેલ બનાવવાનું વિચારે છે અને તેના માટે તે દુલ્હનને ઉપર ઉપાડી લે છે.

પણ વરરાજો તેનાથી પરેશાન થતો નથી અને તે પોતાની માટે તૈયાર કરેલ સોફા પર ચડી જાય છે. પણ અહીં પણ દુલ્હનના સગાવહાલા હાર માનતા નથી. તેઓ થોડું પાછળ હટી જાય છે જેથી વર સરળતાથી કન્યાના ગળામાં વરમાળા પહેરાવી શકે નહીં. પણ અહીં કંઈક અલગ જ દ્રશ્ય જોવા મળે છે. વરરાજો કંઈક એવું કરે છે જેની કોઈને અપેક્ષા નહોતી. તે સોફા પરથી જ કૂદી જાય છે અને દુલ્હનના ગળામાં વરમાળા પહેરાવી દે છે.

આ સમગ્ર ઘટનામાં થાય છે એવું કે દુલ્હન અને તેને પકડેલા બે સગાવહાલા જમીન પર પડી જાય છે, જ્યારે વરરાજો સ્ટેજ પર પાછો આવીને ઊભો થઈ જાય છે.

વરરાજાના આ કૃત્યથી દુલ્હન ચોંકી જાય છે, ત્યારે ત્યાં હાજર બારાતીઓ અને સંબંધીઓ જોરથી હસવા લાગે છે. વીડિયોમાં લોકોના હાસ્ય અને તાળીઓના અવાજ પણ સ્પષ્ટપણે સંભળાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ શોર્ટ્સ પર લાખો વખત જોવામાં આવ્યો છે. યુઝર્સ તેના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

04 June, 2025 06:58 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK