રાજસ્થાનમાં એક દુલ્હનને તેના મામાએ મામેરામાં આપ્યાં. એવું કહેવાઈ રહ્યું છે કે આ જિલ્લાનું આ સૌથી મોટું મામેરું હતું. લગ્નમાં દુલ્હનના પરિવારના સભ્યો ૧૦૦ લક્ઝરી કાર અને ૪ લક્ઝરી બસમાં બેસીને મામેરું ભરવા આવ્યા હતા.
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
રાજસ્થાનના ઝાડેલી જિલ્લામાં યોજાયેલાં એક લગ્નમાં મામેરું ભરવાની રસમનો વિડિયો જબરો ચર્ચામાં છે. મામેરામાં દુલ્હા-દુલ્હનને તેમના મામાઓ દ્વારા લગ્નપ્રસંગે ખાસ ભેટ આપવાની રસમ હોય છે. આ રસમમાં રાજસ્થાનના મારવાડી સમાજના એક ભાઈએ પોતાની ભાણેજનાં લગ્નમાં જે વિશાળ મામેરું ભર્યું છે અને એ લેવલ સુધી હજી સુધી કોઈ પહોંચ્યું નહીં હોય. ઇન્સ્ટાગ્રામના sr_sonu_ajmer_નામના અકાઉન્ટ પરથી શૅર કરવામાં આવેલા એક વિડિયોમાં દુલ્હનના પરિવાર તરફથી જે વિશાળ મામેરું ભર્યું છે એ જોઈને ત્યાં હાજર ભલભલા લોકોનાં મોઢાં ખુલ્લાં રહી ગયાં હતાં. દુલ્હા-દુલ્હન પાસે એક પછી એક ચીજો લાવીને મૂકે છે અને એ શું છે એ પણ એક ભાઈ મોટેથી બોલતા હોય છે. આ મામેરામાં ૧ કિલો સોનું, ત્રણ કિલો ચાંદી, ૨૧૦ વીઘા જમીન, ૪ સૂટકેસ ભરીને રોકડા રૂપિયા અને એક પેટ્રોલ પમ્પ આપવામાં આવ્યાં હતાં. એવું કહેવાઈ રહ્યું છે કે આ જિલ્લાનું આ સૌથી મોટું મામેરું હતું. લગ્નમાં દુલ્હનના પરિવારના સભ્યો ૧૦૦ લક્ઝરી કાર અને ૪ લક્ઝરી બસમાં બેસીને મામેરું ભરવા આવ્યા હતા.

