બુધવારે સવારે ફરીથી તેને છાતીમાં જોરદાર દુખાવો ઊપડ્યો અને થોડી જ વારમાં તે બેહોશ થઈ ગઈ. પરિવારજનો તેને તરત હૉસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ડૉક્ટરનું કહેવું છે કે કદાચ ડીહાઇડ્રેશનને કારણે હાર્ટ-અટૅક આવ્યો હોઈ શકે છે.
છાતી પર કળશ રાખ્યા બાદ મહિલાનું મોત
બિહારના સુપૌલ જિલ્લામાં નવરાત્રિના ૯ દિવસ દરમ્યાન છાતી પર માટીનો કળશ રાખીને મા દુર્ગાની ભક્તિ કરનારી ૩૪ વર્ષની સચિતા દેવીનું દસમા દિવસે રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું. સચિતા દેવીએ ત્રિવેણીગંજ બજારમાં આવેલા દુર્ગા મંદિર પરિસરમાં છાતી પર કળશ રાખવાનું તપ કર્યું હતું. ૯ દિવસના અનુષ્ઠાન પછી મંગળવારે તે ઘરે પાછી ફરી હતી. એ જ રાતે તેની તબિયત અચાનક જ બગડી હતી. જોકે થોડી વારમાં તેને સારું પણ લાગવા લાગ્યું હતું. બુધવારે સવારે ફરીથી તેને છાતીમાં જોરદાર દુખાવો ઊપડ્યો અને થોડી જ વારમાં તે બેહોશ થઈ ગઈ. પરિવારજનો તેને તરત હૉસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ડૉક્ટરનું કહેવું છે કે કદાચ ડીહાઇડ્રેશનને કારણે હાર્ટ-અટૅક આવ્યો હોઈ શકે છે.
