આરપીએફ મુંબઈ સાથે એક તસવીર પોસ્ટ કરતા, તેમણે સમજાવ્યું કે આ ઘટના હરિદ્વારથી પુણે જતી ટ્રેનમાં બની હતી. તેમણે કહ્યું કે તેમણે મૅગી બનાવવા માટે કીટલીનો ઉપયોગ કર્યો હતો કારણ કે ટ્રેનમાં કેટલાક તેમના બાળકોએ પૂછ્યું હતું કે શું તે કીટલીમાં બનાવી શકાય છે?
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
સેન્ટ્રલ રેલવેએ તે મહિલાને શોધી કાઢી છે જેનો ટ્રેન કોચના પાવર સોકેટમાં ઇલેક્ટ્રિક કીટલીનો ઉપયોગ કરીને મૅગી નૂડલ્સ બનાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સરિતા લિંગાયત તરીકે ઓળખાતી આ મહિલા પુણેના ચિંચવડની રહેવાસી છે અને મુસાફરોની સલામતીને જોખમમાં મૂકવા બદલ રેલવે કાયદાની કલમ 154 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. વધુમાં, સરિતાએ તેમના આ કૃત્ય માટે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર માફી માગવાનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે.
તેમણે માફી માગવાના વીડિયોમાં શું કહ્યું?
ADVERTISEMENT
View this post on Instagram
આરપીએફ મુંબઈ સાથે એક તસવીર પોસ્ટ કરતા, તેમણે સમજાવ્યું કે આ ઘટના હરિદ્વારથી પુણે જતી ટ્રેનમાં બની હતી. તેમણે કહ્યું કે તેમણે મૅગી બનાવવા માટે કીટલીનો ઉપયોગ કર્યો હતો કારણ કે ટ્રેનમાં કેટલાક તેમના બાળકોએ પૂછ્યું હતું કે શું તે કીટલીમાં બનાવી શકાય છે? તેમણે તેનો ઉપયોગ પાણી ઉકાળવા અને ચા બનાવવા માટે પણ કર્યો હતો, કારણ કે તેઓ અને તેમની સાથેના બીજા લોકોએ એકાદશીના ઉપવાસ રાખ્યા હતા. તેમણે વીડિયોમાં ઉમેર્યું કે ટ્રેન 6-7 કલાક મોડી પડી હતી, તેથી તેમણે થોડી ચા બનાવી, જે બધાએ પીધી. જોકે, તેમણે પોતાની ભૂલ માટે માફી માગી કારણ કે તેમને ખબર નહોતી કે તેનાથી કેટલું નુકસાન થઈ શકે છે, અને ઉમેર્યું કે તેમનો કોઈને નુકસાન પહોંચાડવાનો કોઈ ઈરાદો નહોતો. તેમણે લોકોને અપીલ પણ કરી અને કહ્યું, "ટ્રેનમાં મૅગી રાંધશો નહીં અથવા આવા ઇલેક્ટ્રિકલ ઉપકરણોનો ઉપયોગ કરશો નહીં. તે ગુનો છે અને ટ્રેનમાં જીવન માટે જોખમી છે. મારી ભૂલથી વાકેફ કરવા બદલ RPF મુંબઈનો આભાર, અને હું દરેકને આવી ભૂલ ન કરવા અપીલ કરું છું. ભારતીય રેલવે, સલામત મુસાફરી માટે આભાર, અને હું મારી ભૂલનું પુનરાવર્તન નહીં કરું."
અહીં જુઓ વીડિયો
View this post on Instagram
અહેવાલ મુજબ, 16 ઑક્ટોબરના રોજ, લિંગાયત, તેના પરિવાર સાથે 07364 હરિદ્વારથી પુણે ટ્રેનના B2 કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં, મહિલાએ કહ્યું કે "રસોડું ગમે ત્યાં અને બધે ચાલુ છે," મજાકમાં ઉમેર્યું કે તેમને "છુટ્ટી લઈ પ્રવાસ દરમિયાન પણ રજા મળતી નથી." જ્યારે તેઓની મૅગી બનાવે છે, ત્યારે તેઓ રેકોર્ડિંગ કરનાર વ્યક્તિને કહેતા સંભળાઇ રહ્યા છે કે તે એક જ કીટલીનો ઉપયોગ કરીને ‘ઓછામાં ઓછા 15 લોકો’ માટે ચા બનાવી શકે છે. આ દરમિયાન તેમની સાથે મુસાફરી કરી રહેલા લોકો પણ હસી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. આ વીડિયો પર નેટીઝન્સ તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી, ઘણા લોકોએ આ કૃત્યની બેજવાબદારીભર્યું ગણાવ્યું હતું, જ્યારે અન્ય લોકોએ ક્રિએટિવિટીની પ્રશંસા કરી હતી. મધ્ય રેલવેએ પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સંડોવાયેલા વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, રેલવેએ ચેતવણી આપી હતી કે ટ્રેનોમાં ઇલેક્ટ્રોનિક કીટલીનો ઉપયોગ ગેરકાયદેસર, અસુરક્ષિત છે અને તેનાથી આગ લાગી શકે છે અથવા ઇલેક્ટ્રિકલ નિષ્ફળતા થઈ શકે છે.


