સચિન હૉસ્પિટલમાં ચાલતો જઈ રહ્યો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ઉત્તર પ્રદેશના આગરામાં બાઇક પર આવેલા બે હુમલાખોરોએ ઈ-રિક્ષા કંપનીના કર્મચારી સચિન શર્મા પર હુમલો કર્યો હતો અને બરફ તોડવા માટે વપરાતું સ્ક્રૂ-ડ્રાઇવર જેવું પાનું તેના માથામાં માર્યું હતું. હુમલો કર્યા બાદ હુમલાખોરો તરત જ ભાગી ગયા હતા. જોકે સચિન શર્મા માથામાં આઇસ-બ્રેકર લાગ્યું હોવા છતાં લગભગ ૩ કિલોમીટર ચાલીને હૉસ્પિટલમાં પહોંચ્યો હતો. સચિન શર્મા સિકંદરાના પશ્ચિમપુરીમાં આવેલી ભાગ્ય ઈ-વ્હીકલ કંપનીમાં કર્મચારી છે.
સચિન હૉસ્પિટલમાં ચાલતો જઈ રહ્યો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ઊંડી ઈજા હોવા છતાં તે એસ. એન. મેડિકલ કૉલેજના ઇમર્જન્સી વૉર્ડમાં પહોંચ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ સર્જરી કરીને તેના માથામાં ફસાયેલું આઇસ-બ્રેકર દૂર કર્યું હતું. તેની હાલત હવે સ્થિર છે. સચિન પર થોડા સમય પહેલાં પણ હુમલો થયો હતો. તેને એ ખબર નથી કે કોણ તેને મારવા માગે છે.


