Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇન્ડિયા A સામે પહેલી ઇનિંગ્સમાં શ્રીલંકા ૩૩૦ રન કરીને ઑલઆઉટ થયું

ઇન્ડિયા A સામે પહેલી ઇનિંગ્સમાં શ્રીલંકા ૩૩૦ રન કરીને ઑલઆઉટ થયું

Published : 28 June, 2026 02:41 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય બોલિંગ સામે ૩૧ રનમાં અંતિમ પાંચ વિકેટ ગુમાવી યજમાન ટીમે

ફાસ્ટ બોલર આકિબ નબી સાથે વિકેટની ઉજવણી કરતા ભારતીય પ્લેયર્સ.

ફાસ્ટ બોલર આકિબ નબી સાથે વિકેટની ઉજવણી કરતા ભારતીય પ્લેયર્સ.


શ્રીલંકા A સામેની બે મૅચની અનઑફિશ્યલ ટેસ્ટ-સિરીઝની પહેલી મૅચમાં ભારતે ૧૭૦ રનની લીડ સાથે પોતનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ઇન્ડિયા Aના ૪૫૨/૬ના સ્કોર સામે પહેલી ઇનિંગ્સમાં યજમાન શ્રીલંકા ૧૦૧.૪ ઓવરમાં ૩૩૦ રન કરીને ઑલઆઉટ થયું હતું. યજમાન ટીમે પોતાની અંતિમ પાંચ વિકેટ ૩૧ રનની અંદર ગુમાવી દીધી હતી. ત્રીજા દિવસની શરૂઆતમાં શ્રીલંકાએ ૩૨મી ઓવરમાં ૧૧૩-૨ના સ્કોર સાથે ઇનિંગ્સ આગળ વધારી હતી. મિડલ-ઑર્ડર બૅટર ઍશેન બંડારાએ ૧૬૨ બૉલમાં ૭૦ રન અને કૅપ્ટન સહાન અરાચિગે ૧૨૯ બૉલમાં ૭૨ રન કર્યા હતા. ભારત માટે આકિબ નબીએ ૧૯.૪ ઓવરમાં ૫૮ રન આપીને ૪ વિકેટ લીધી હતી. યશ ઠાકુર અને હર્ષ દુબેને બે-બે સફળતા મળી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2026 02:41 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK