એક રન બનાવીને અંતિમ ઓવરમાં રનઆઉટ થયેલા ભજ્જીએ મૅચના અંતે શાહનવાઝ દહાની સાથે હાથ મિલાવ્યો હતો જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અધુ ધાબી T10 લીગની શરૂઆતમાં જ ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહને ઍસ્પિન સ્ટૅલિયન્સની કૅપ્ટન્સી સોંપવામાં આવી હતી. જોકે નૉર્ધર્ન વૉરિયર્સ સામેની પહેલી જ મૅચમાં ભજ્જીની ટીમ ૪ રનથી હારી ગઈ હતી. ૧૧૫ રનના ટાર્ગેટ સામે જ્યારે અંતિમ ઓવરમાં ૮ રનની જરૂર હતી ત્યારે પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહનવાઝ દહાનીએ ભજ્જી સહિત ત્રણ બોલરની વિકેટ ઝડપી લઈને માત્ર ૩ રન આપ્યા હતા. ભજ્જીની ટીમ ૭ વિકેટે ૧૧૦ રન કરી શકી હતી.
એક રન બનાવીને અંતિમ ઓવરમાં રનઆઉટ થયેલા ભજ્જીએ મૅચના અંતે શાહનવાઝ દહાની સાથે હાથ મિલાવ્યો હતો જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વર્ષે વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ ટુર્નામેન્ટમાં ભજ્જી સહિતના ભૂતપૂર્વ ભારતીય પ્લેયર્સે પહલગામ હુમલાને કારણે પાકિસ્તાન સામે રમવાની ના પાડી દીધી હતી. સોશ્યલ મીડિયા પર ભજ્જીને તેના આ વલણ બદલ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને એને દંભી કહેવામાં આવી રહ્યો છે.


