બન્ને વચ્ચે બે T20 સિરીઝ રમાઈ છે જેમાંથી વેસ્ટ ઇન્ડીઝ ૨૦૧૭ની અને અફઘાનિસ્તાન ૨૦૧૯ની સિરીઝ જીત્યું છે. બન્ને ટીમ વચ્ચે રમાયેલી ૮ T20 મૅચમાંથી કૅરિબિયનો પાંચ મૅચ અને અફઘાનીઓ ૩ મૅચ જીત્યા છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ (UAE)ના દુબઈમાં ૧૯થી ૨૨ જાન્યુઆરી સુધી અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ૩ T20 મૅચની સિરીઝ રમાશે. નવેમ્બર ૨૦૧૯ બાદ આ બન્ને ટીમ વચ્ચે કોઈ પણ ફૉર્મેટમાં દ્વિપક્ષીય સિરીઝ રમાઈ નથી.
બન્ને વચ્ચે બે T20 સિરીઝ રમાઈ છે જેમાંથી વેસ્ટ ઇન્ડીઝ ૨૦૧૭ની અને અફઘાનિસ્તાન ૨૦૧૯ની સિરીઝ જીત્યું છે. બન્ને ટીમ વચ્ચે રમાયેલી ૮ T20 મૅચમાંથી કૅરિબિયનો પાંચ મૅચ અને અફઘાનીઓ ૩ મૅચ જીત્યા છે. આગામી T20 વર્લ્ડ કપની તૈયારીના ભાગરૂપે રમાઈ રહેલી આ સિરીઝની તમામ મૅચ ભારતીય સમય અનુસાર રાતે ૮ વાગ્યે શરૂ થશે.


