આ વિડિયો જોઈને ક્રિકેટપ્રેમીઓને જૂના દિવસોની યાદો તાજી કરવાનો મોકો મળી ગયો હતો.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ક્રિકેટના ચાહકો માટે મહાકુંભ ગણાતી IPL શરૂ થવાને હજી વાર છે એવામાં રોડ પર અચાનક જ મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી બન્ને એકસાથે જોવા મળી જાય તો કેવો જલસો પડી જાય? જોકે હવે ધોની રિટાયર થઈ ચૂક્યો છે અને વિરાટ કોહલી દેશ માટે માત્ર એક જ ફૉર્મેટમાં રમે છે ત્યારે સોશ્યલ મીડિયામાં એક બાઇક પર ધોની અને વિરાટ એકસાથે જઈ રહ્યા હોય એવો વિડિયો વાઇરલ થયો છે. એમાં ધોની બાઇક ચલાવી રહ્યો છે અને કોહલીને તેણે લિફ્ટ આપી છે. જોકે બાઇક પર ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ ખુદ નથી પરંતુ તેમના હમશકલ છે. જોકે બન્નેને જોઈને ભલભલા લોકો બોલી ઊઠે છે કે હાઈલા, ડિટ્ટો સેમ! પહેલી નજરે કદાચ લાગી જાય કે ખરેખર આ અસલી જ છે, પણ તેમનો ચહેરો હલતાંની સાથે જ ખબર પડી જાય છે કે આ હમશકલ છે. આ વિડિયો જોઈને ક્રિકેટપ્રેમીઓને જૂના દિવસોની યાદો તાજી કરવાનો મોકો મળી ગયો હતો.


