વિજય હજારે ટ્રોફીમાં પ્રભાવશાળી પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટર શુભમન ગિલે ગયા મહિને પંજાબની ડોમેસ્ટિક ટીમના સભ્યોને ખાસ ભેટ આપી હતી. આ સ્પેશ્યલ ગિફ્ટનો વિડિયો પંજાબ ક્રિકેટ અસોસિએશને હાલમાં રિલીઝ કર્યો છે.
શુભમન ગિલે પંજાબની ડોમેસ્ટિક ટીમના સભ્યોને અનરિલીઝ્ડ બ્રૅન્ડેડ શૂઝ ગિફ્ટ કર્યાં
વિજય હજારે ટ્રોફીમાં પ્રભાવશાળી પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટર શુભમન ગિલે ગયા મહિને પંજાબની ડોમેસ્ટિક ટીમના સભ્યોને ખાસ ભેટ આપી હતી. આ સ્પેશ્યલ ગિફ્ટનો વિડિયો પંજાબ ક્રિકેટ અસોસિએશને હાલમાં રિલીઝ કર્યો છે. આ વિડિયોમાં ભારતીય કૅપ્ટન શુભમન ગિલ અનરિલીઝ્ડ બ્રૅન્ડેડ શૂઝ પર પોતાના ઑટોગ્રાફ કરીને પંજાબની ટીમના દરેક સભ્યને ગિફ્ટ કરી રહ્યો હતો. વિજય હજારે ટ્રોફીમાં પંજાબ સેમી-ફાઇનલ સુધી પહોંચીને સૌરાષ્ટ્ર સામે ૯ વિકેટે
હાર્યું હતું.
