Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અમદાવાદમાં જન્મેલા ન્યુ ઝીલૅન્ડના ક્રિકેટર જીત રાવલે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

અમદાવાદમાં જન્મેલા ન્યુ ઝીલૅન્ડના ક્રિકેટર જીત રાવલે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

Published : 10 October, 2026 05:37 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્કૂલ માટે રમતી વખતે તે પાર્થિવ પટેલનો ઓપનિંગ પાર્ટનર હતો

સ્કૂલ માટે રમતી વખતે તે પાર્થિવ પટેલનો ઓપનિંગ પાર્ટનર હતો ન્યુ ઝીલૅન્ડનો ક્રિકેટર જીત રાવલ

સ્કૂલ માટે રમતી વખતે તે પાર્થિવ પટેલનો ઓપનિંગ પાર્ટનર હતો ન્યુ ઝીલૅન્ડનો ક્રિકેટર જીત રાવલ


અમદાવાદમાં જન્મેલા ન્યુ ઝીલૅન્ડના ડાબોડી બૅટર જીત રાવલે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. સપ્ટેમ્બરમાં ૩૮ વર્ષના થયેલા જીત રાવલે ન્યુ ઝીલૅન્ડ શિફ્ટ થતાં પહેલાં અમદાવાદમાં વિદ્યાનગર સ્કૂલ માટે પાર્થિવ પટેલના ઓપનિંગ પાર્ટનરની ભૂમિકા ભજવી હતી. 
૨૦૦૮માં જીત રાવલે ઑકલૅન્ડ તરફથી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. ૧૬૪ ફર્સ્ટ-ક્લાસ મૅચમાં ૨૪ સદીની મદદથી ૧૦,૪૩૨ રન કરીને જીત રાવલે ન્યુ ઝીલૅન્ડના સ્થાનિક ક્રિકેટમાં સૌથી સફળ ઓપનરોમાંના એક તરીકે પોતાની ઓળખ બનાવી હતી. ડિસેમ્બર ૨૦૨૫માં જ તે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ૧૦ હજાર રન પૂરા કરનાર ન્યુ ઝીલૅન્ડનો ૩૦મો ક્રિકેટર બન્યો હતો. 
જીત રાવલે ૨૦૧૬ માં ક્રાઇસ્ટચર્ચ ખાતે પાકિસ્તાન સામે ન્યુ ઝીલૅન્ડ માટે ટેસ્ટ-ક્રિકેટથી ઇન્ટરનૅશનલ સ્તરે એન્ટ્રી કરી હતી. ૨૪ ટેસ્ટ-મૅચમાં તેણે ૧ સદી અને ૭ ફિફ્ટીની મદદથી ૧૧૪૩ રન કર્યા હતા. જૂન ૨૦૨૧માં ભારતને હરાવીને પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ જીતનાર ન્યુ ઝીલૅન્ડ ટીમનો પણ ભાગ હતો. જાન્યુઆરી ૨૦૨૦માં ઑસ્ટ્રેલિયા સામે તે છેલ્લી વખત ટેસ્ટ-મૅચ રમ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2026 05:37 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK