Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વેસ્ટ ઇન્ડીઝની હવા કાઢી નાખીને વર્તમાન T20 વર્લ્ડ કપની એકમાત્ર અજેય ટીમ બની સાઉથ આફ્રિકા

વેસ્ટ ઇન્ડીઝની હવા કાઢી નાખીને વર્તમાન T20 વર્લ્ડ કપની એકમાત્ર અજેય ટીમ બની સાઉથ આફ્રિકા

Published : 27 February, 2026 11:25 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅરિબિયન ટીમે ૮૩ રનમાં ૭ વિકેટ ગુમાવ્યા પછી ૧૭૬ સુધી સ્કોર પહોંચાડ્યો, પરંતુ સાઉથ આફ્રિકાએ ૧૬.૧ ઓવરમાં ૧૭૭ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ૯ વિકેટે જીત મેળવી

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર લુન્ગી ઍન્ગિડીએ ૪ ઓવરમાં ૩૦ રન આપીને ૩ વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકાનો કૅપ્ટન એઇડન માર્કરમ ૭ ફોર અને ૪ સિક્સરના આધારે ૪૬ બૉલમાં ૮૨ રનની મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો.

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર લુન્ગી ઍન્ગિડીએ ૪ ઓવરમાં ૩૦ રન આપીને ૩ વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકાનો કૅપ્ટન એઇડન માર્કરમ ૭ ફોર અને ૪ સિક્સરના આધારે ૪૬ બૉલમાં ૮૨ રનની મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો.


અમદાવાદમાં ગઈ કાલે બપોરની મૅચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે સાઉથ આફ્રિકાએ ૯ વિકેટે જીત નોંધાવીને સેમી-ફાઇનલની રેસમાં ભારતની આશા જીવંત રાખી હતી. વેસ્ટ ઇન્ડીઝે આઠમી વિકેટની ૮૯ રનની પાર્ટનરશિપની મદદથી ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૭૬ રન કર્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાએ ૧૬.૧ ઓવરમાં કૅપ્ટન એઇડન માર્કરમની મૅચ-વિનિંગ ઇનિંગ્સના જોરે એક વિકેટ ગુમાવીને ૧૭૭ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

સુપર 8માં સતત બીજી જીત સાથે ગ્રુપ વનમાં સાઉથ આફ્રિકા નંબર-વન ટીમ બનીને સેમી-ફાઇનલની નજીક પહોંચી ગઈ હતી. સાઉથ આફ્રિકા વર્તમાન સીઝનની એકમાત્ર અપરાજિત ટીમ બની છે. મુંબઈમાં ઝિમ્બાબ્વે સામે ૨૫૪ રન ફટકારીને આવેલી કૅરિબિયન ટીમ સાઉથ આફ્રિકા સામે ભારે સંઘર્ષ કરતી જોવા મળી હતી. આ મૅચ પહેલાં વેસ્ટ ઇન્ડીઝ પણ અજેય ટીમ હતી.



8: આટલા કે એથી નીચેના ક્રમે T20 વર્લ્ડ કપ ફિફ્ટી ફટકારનાર પહેલો બૅટર બન્યો  રોમારિયો શેફર્ડ. 


89: T20 વર્લ્ડ કપમાં આઠમી વિકેટ માટે હાઇએસ્ટ આટલા રનની ભાગીદારી કરી હતી રોમારિયો શેફર્ડ અને જેસન હોલ્ડરે. 

264: આટલા સૌથી વધુ રન એક T20 વર્લ્ડ કપમાં ફટકારનાર સાઉથ આફ્રિકન પ્લેયર બન્યો એઇડન માર્કરમ.


93.3 ટકા: T20 વર્લ્ડ કપમાં ઓછામાં ઓછી ૧૦ મૅચમાં આગેવાની કરનાર કૅપ્ટન્સમાં આટલી હાઇએસ્ટ જીતની ટકાવારી ધરાવે છે એઇડન માર્કરમ.

૧૦.૨ ઓવરમાં કૅરિબિયન ટીમે ૮૩ રનના સ્કોરે ૭ વિકેટ ગુમાવી દીધી હતી. રોમારિયો શેફર્ડ અને જેસન હોલ્ડરે આઠમી વિકેટ માટે ૮૯ રનની ભાગીદારી કરીને સાઉથ આફ્રિકાને પડકારજનક ટાર્ગેટ આપ્યો હતો. બોલિંગ-ઑલરાઉન્ડર રોમારિયો શેફર્ડે ૩૭ બૉલમાં ૩ ફોર અને ૪ સિક્સરના આધારે બાવન રન ફટકારીને T20 ઇન્ટરનૅશનલમાં પોતાની પહેલી ફિફ્ટી નોંધાવી હતી. સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર લુન્ગી ઍન્ગિડીએ ૪ ઓવરમાં ૩૦ રન આપીને ૩ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર્સ કૅગિસો રબાડા અને કોર્બિન બોર્શને પણ બે-બે સફળતા મળી હતી.

રન-ચેઝ દરમ્યાન સાઉથ આફ્રિકાએ પાવરપ્લેમાં ૮૩ રન ફટકારીને જીતનો પાયો નાખ્યો હતો. કૅપ્ટન એઇડન માર્કરમ ૭ ફોર અને ૪ સિક્સના આધારે ૪૬ બૉલમાં ૮૨ રનની અણનમ ઇનિંગ્સ રમ્યો હતો. તેણે વર્તમાન સીઝનમાં સતત ત્રીજી ફિફ્ટી ફટકારી હતી. ક્વિન્ટન ડી કૉકે ૪૭ રન અને રાયન રિકલ્ટને ૪૫ રનનું યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઇન્ડીઝ માટે સ્પિનર રોસ્ટન ચેઝે ૪ ઓવરમાં સૌથી વધુ ૪૬ રન આપીને એકમાત્ર સફળતા મેળવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

27 February, 2026 11:25 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK