° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


ટેસ્ટ કેપ્ટનશિપ છોડતા જ કપિલ દેવ વિરાટ કોહલી પર ગુસ્સે થયા, કહ્યું - હવે અહંકાર છોડો

17 January, 2022 08:58 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વિરાટ કોહલીના કેપ્ટનશિપ છોડ્યા બાદ દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓ તેના નિર્ણય પર નિવેદન આપી રહ્યા છે.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

વિરાટ કોહલીએ 15 જાન્યુઆરીની સાંજે સમગ્ર રમત જગતને મોટો ઝટકો આપ્યો હતો. વિરાટે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે તે હવે ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પણ છોડી રહ્યો છે. વિરાટ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી સફળ સુકાની રહ્યો છે અને તેથી તેના નિર્ણયે વિશ્વને ચોંકાવી દીધું છે, પરંતુ આ દરમિયાન ટીમ ઈન્ડિયાને પહેલો વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવે વિરાટ પર મોટું નિવેદન આપ્યું છે.

વિરાટ કોહલીના કેપ્ટનશિપ છોડ્યા બાદ દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓ તેના નિર્ણય પર નિવેદન આપી રહ્યા છે. આ દરમિયાન 1983 વર્લ્ડ કપ ટીમના કેપ્ટન કપિલ દેવે કહ્યું કે, કેપ્ટન્સી છોડ્યા બાદ હવે વિરાટે પોતાનો અહંકાર પણ છોડવો પડશે. એક મીડિયા વેબસાઈટ સાથે વાત કરતા કપિલે કહ્યું કે “જ્યારે હું કેપ્ટન હતો ત્યારે સુનીલ ગાવસ્કર પણ મારી નીચે રમતા હતા. હું પોતે શ્રીકાંત અને મોહમ્મદ અઝહરુદ્દીનની કેપ્ટનશીપમાં રમ્યો છું. મને કોઈ અહંકાર નહોતો. વિરાટે પણ હવે પોતાનો અહંકાર છોડવો પડશે. તેણે હવે યુવા ક્રિકેટરની નીચે રમવું પડશે. વિરાટે હવે નવા કેપ્ટન અને નવા ખેલાડીઓને માર્ગદર્શન આપવું જોઈએ.”

બીજી તરફ વિરાટ કોહલીના ટેસ્ટ કેપ્ટનશિપ છોડ્યા બાદ પણ કપિલ દેવે મોટુ નિવેદન આપ્યું છે. વધુ વાત કરતા કપિલે કહ્યું કે “હું વિરાટના ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાના નિર્ણયનું સ્વાગત કરું છું. ટી20ની કેપ્ટનશીપ છોડ્યા બાદથી તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ એક સારો નિર્ણય હતો કારણ કે તે ઘણા દબાણમાં હોય તેવું લાગતું હતું. મને ખાતરી છે કે તેણે આ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા ઘણું વિચાર્યું હશે. આપણે તેને ટેકો આપવો જોઈએ.

વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ બીસીસીઆઈ ચીફ સૌરવ ગાંગુલીએ પહેલીવાર કોઈ પ્રતિક્રિયા આપી છે. તમને જણાવી દઈએ કે જ્યારથી કોહલીએ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી છે ત્યારથી ગાંગુલી ફેન્સના નિશાના પર છે. આ દરમિયાન સૌરવ ગાંગુલીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે “વિરાટના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ વિરાટનો અંગત નિર્ણય છે અને BCCI તેનું સન્માન કરે છે. તે હજુ પણ આ ટીમનો મહત્વપૂર્ણ સભ્ય છે અને હંમેશા રહેશે. ટીમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે. વિરાટ એક શાનદાર ખેલાડી છે. ખૂબ સરસ વિરાટ.” જોકે, ગાંગુલીના આ નિવેદને બધાને દંગ કરી દીધા છે કારણ કે કેપ્ટનશિપના મુદ્દે તે વિરાટ સાથે બિલકુલ પણ મિલનસાર નહોતા.

17 January, 2022 08:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

News In Short: બવુમા ભારતના પ્રવાસમાં કૅપ્ટન : પાર્નેલનું કમબૅક

ટીમના અન્ય મુખ્ય પ્લેયર્સમાં ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), કેશવ મહારાજ, એઇડન માર્કરમ, ડેવિડ મિલર, લુન્ગી ઍન્ગિડી, ડ્વેઇન પ્રિટોરિયસ, કૅગિસો રબાડા, તબ્રેઝ શમ્સી, માર્કો યેન્સેન અને રૅસી વૅન ડર ડુસેનનો સમાવેશ છે.

18 May, 2022 01:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

હર્ષલ પટેલ ભારતીય ક્રિકેટનું રત્ન બની શકે : તેન્ડુલકર

દેશના બેસ્ટ ડેથ-ઓવર બોલર્સમાં તેનો અચૂક સમાવેશ કરવો પડે : સચિન

18 May, 2022 01:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

પાંચ હરીફાઈમાં ભારતને પાંચેપાંચ ગોલ્ડ

મહિલા નિશાનબાજો મનુ ભાકર, ઈશા સિંહ, રિધમ સંગવાનનો પિસ્તોલ શૂટિંગમાં ‘ધમાકો’

18 May, 2022 01:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK