ત્રીજી વનડેમાં, ઑસ્ટ્રેલિયાએ પ્રથમ બૅટિંગ કરતા 431 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. આ ઑસ્ટ્રેલિયાનો ODI ક્રિકેટમાં બીજો સૌથી મોટો સ્કોર છે. તેનો સૌથી મોટો સ્કોર 434 રન છે, જે દક્ષિણ આફ્રિકા સામે પણ આવ્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 155 રનમાં આઉટ.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: ઇન્સ્ટાગ્રામ)
ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 સિરીઝ બાદ હવે ઓડીઆઇ સિરીઝ પણ પૂર્ણ થઈ ગઈ છે. રવિવાર, 24 ઑગસ્ટના રોજ ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ODI મૅચ રમાઈ હતી. ઑસ્ટ્રેલિયાએ પહેલા બૅટિંગ કરતા 431 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા ફક્ત 155 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, જેના કારણે તેને 276 રનના રેકોર્ડ માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મૅચમાં દક્ષિણ આફ્રિકાનાં જુનિયર એબી ડી વિલિયર્સ તરીકે પ્રખ્યાત બૅટર ડેવાલ્ડ બ્રેવિસે એવો સિક્સર ફટકાર્યો કે બૉલ મેદાનની બહાર ગયો. ત્યારબાદ એક ચાહક બૉલને પોતાની ટી-શર્ટમાં છુપાવતો જોવા મળ્યો, જેનો રમૂજી વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ડેવાલ્ડ બ્રેવિસે 49 રનની પોતાની ઇનિંગ દરમિયાન 5 સિક્સર ફટકાર્યા હતા. આ મૅચ દરમિયાન, તેણે ઝેવિયર બાર્ટલેટના બૉલ પર છગ્ગો ફટકાર્યો. બૅટ અને બૉલ વચ્ચેનો સંપર્ક એટલો સારો હતો કે બૉલ સીધો મેદાનની બહાર ગયો. બૉલ જ્યારે મેદાનની બહાર જઈ રહ્યો હતો, તે દરમિયાન એક ચાહક બૉલને પકડવા દોડ્યો. આખરે જ્યારે બૉલ તેની પકડમાં આવ્યો અને તેને ખ્યાલ આવ્યો કે કૅમેરાનું ધ્યાન તેના પર છે, ત્યારે તેણે બૉલને તેના શર્ટની અંદર છુપાવવાનો પ્રયાસ કર્યો. જોકે થોડી વાર પછી તેણે બૉલને મેદાનમાં પાછો ફેંક્યો હતો.
ADVERTISEMENT
અહીં જુઓ ફૅનની મસ્તી
View this post on Instagram
ઑસ્ટ્રેલિયાનો રેકોર્ડ વિજય
ત્રીજી વનડેમાં, ઑસ્ટ્રેલિયાએ પ્રથમ બૅટિંગ કરતા 431 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. આ ઑસ્ટ્રેલિયાનો ODI ક્રિકેટમાં બીજો સૌથી મોટો સ્કોર છે. તેનો સૌથી મોટો સ્કોર 434 રન છે, જે દક્ષિણ આફ્રિકા સામે પણ આવ્યો હતો. જવાબમાં, દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 155 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઑસ્ટ્રેલિયાએ મૅચ 276 રનથી જીતી હતી, પરંતુ દક્ષિણ આફ્રિકાએ સિરીઝ 2-1નાં તફાવતથી જીતી લીધી હતી. ઑસ્ટ્રેલિયા 2025 માં ODI મૅચમાં સૌથી મોટી જીત નોંધાવનાર ટીમ બની ગઈ છે. ભારતે શ્રીલંકાને 317 રનથી હરાવીને ODI ક્રિકેટમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ બનાવ્યો છે.
સાઉથ આફ્રિકા સામે સળંગ પાંચમી વન-ડે સિરીઝ હાર્યા કાંગારૂઓ
ગઈ કાલે બીજી વન-ડે મૅચમાં ૮૪ રને વિજય નોંધાવીને સાઉથ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયા સામે વર્ષ ૨૦૧૬થી સળંગ પાંચમી વન-ડે સિરીઝ જીતી છે. છેલ્લે વર્ષ ૨૦૧૪માં આ હરીફ સામે વન-ડે સિરીઝ જીતનાર ઑસ્ટ્રેલિયાએ હાલમાં સતત બે વન-ડેમાં ૨૦૦ રનની અંદર ઑલઆઉટ થઈને સિરીઝ ગુમાવી છે. ઑસ્ટ્રેલિયાને સળંગ ત્રણ વન-ડે સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલાં પાકિસ્તાન (નવેમ્બર ૨૦૨૪) અને શ્રીલંકા (ફેબ્રુઆરી ૨૦૨૫) સામે પણ એને હાર મળી છે.

