Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ પૉઇન્ટ ટેબલમાં ભારત ચોથા ક્રમે યથાવત્, ન્યુ ઝીલૅન્ડ ટૉપ ટૂમાંથી બહાર

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ પૉઇન્ટ ટેબલમાં ભારત ચોથા ક્રમે યથાવત્, ન્યુ ઝીલૅન્ડ ટૉપ ટૂમાંથી બહાર

Published : 24 November, 2026 01:00 PM | Modified : 24 November, 2026 01:13 PM | IST | Wellington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ટીમ ચોથા ક્રમે યથાવત્ છે. પૉઇન્ટ ૬૮થી વધીને ૭૨ થયા છે, જ્યારે પૉઇન્ટ ટકાવારી ૫૧.૫૨થી ઘટીને ૫૦.૦૦ ટકા થઈ ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વેલિંગ્ટનની ડ્રૉ ટેસ્ટ-મૅચ પછી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) પૉઇન્ટ-ટેબલમાં મોટો ફેરફાર થયો છે. ન્યુ ઝીલૅન્ડ બીજા ક્રમેથી સરકીને ત્રીજા ક્રમે આવી ગયું છે અને ઑસ્ટ્રેલિયાએ ફરી એક સ્થાનના ફાયદા સાથે ટૉપ ટૂમાં સ્થાન મેળવી લીધું છે. ન્યુ ઝીલૅન્ડના પૉઇન્ટ બાવનથી ૫૬ થયા છે જ્યારે પૉઇન્ટ ટકાવારી ૭૨.૨૨થી ૬૬.૬૭ થઈ છે.

ભારતીય ટીમ ચોથા ક્રમે યથાવત્ છે. પૉઇન્ટ ૬૮થી વધીને ૭૨ થયા છે, જ્યારે પૉઇન્ટ ટકાવારી ૫૧.૫૨થી ઘટીને ૫૦.૦૦ ટકા થઈ ગઈ છે. ભારત વર્તમાન સીઝનમાં હવે ન્યુ ઝીલૅન્ડ સામે એક ટેસ્ટ-મૅચ અને ઑસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ-મૅચ રમશે.



આગામી ૬ ટેસ્ટ-મૅચ જીતીને ૬૬.૬૭ની પૉઇન્ટ ટકાવારી સાથે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં સ્થાન મજબૂત કરવાનો પ્રયાસ કરશે. પાંચ જીત, ૧ ડ્રૉ મૅચને કારણે ટકાવારી ૬૨.૯૬ ટકા અને પાંચ જીત, ૧ હારના કિસ્સામાં ટકાવારી ૬૧.૧૧ ટકા થશે. સામાન્ય રીતે ૬૦ ટકાવારીવાળી ટીમ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહે છે. સાઉથ આફ્રિકા અને ન્યુ ઝીલૅન્ડમાંથી કોઈ એક ટીમ પૉઇન્ટ ટેબલમાં ભારતથી નીચે રહેશે તો ભારતનો ટૉપ ટૂ સુધીનો માર્ગ વધુ સરળ બનશે. શ્રીલંકા અને ન્યુ ઝીલૅન્ડ સામે બૅક-ટુ-બૅક ડ્રૉ મૅચને કારણે ભારત ૮ પૉઇન્ટ જ મેળવી શક્યું. બન્ને મૅચ જીતી હોત તો ભારતના ખાતામાં ટોટલ ૨૪ પૉઇન્ટ ઉમેરાયા હોત.


વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૫-૨૦૨૭માં કોણ કેટલા પાણીમાં?

ટીમ

મૅચ

જીત

હાર

ડ્રૉ

પૉઇન્ટ

ટકાવારી

સાઉથ આફ્રિકા

૮  

૬  

૨ 

૦

૭૨ 

૭૫.૦૦

ઑસ્ટ્રેલિયા

૧૩ 

૯ 

૪

૦

૧૦૮

૬૯.૨૩ 

ન્યુ ઝીલૅન્ડ

૭

૪

૧

૨

૫૬

૬૬.૬૭

ભારત

૧૨

૫

૪

૩

૭૨

૫૦.૦૦

બંગલાદેશ

૯ 

૩

૪ 

૨

૪૪

૪૦.૭૪

ઇંગ્લૅન્ડ

૧૬

૭

૮

૧

૭૪

૩૮.૫૪

વેસ્ટ ઇન્ડીઝ

૧૪

૩

૮

૩

૪૨

૨૭.૩૮

શ્રીલંકા

૮

૧

૩

૪

૧૩ 

૧૩.૫૪

પાકિસ્તાન

૧૧

૩

૭

૧

૧૬  

૧૨.૧૨  

 


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2026 01:13 PM IST | Wellington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK