Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ધ ગૅબા સ્ટેડિયમમાં ૧૩ વર્ષ પછી T20 મૅચ હાર્યા કાંગારૂઓ

ધ ગૅબા સ્ટેડિયમમાં ૧૩ વર્ષ પછી T20 મૅચ હાર્યા કાંગારૂઓ

Published : 28 November, 2026 02:05 PM | IST | Australia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્ટ્રેલિયાએ ઘરઆંગણે પોતાનો લોએસ્ટ ૧૦૮ રનનો T20 સ્કોર કર્યો, ત્રીજી T20 મૅચમાં ઇંગ્લૅન્ડ ૯૩ રન કરીને DLS મેથડથી જીત મેળવી.

ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જેમી ઓવરટને ૪ ઓવરમાં ૧૨ રન આપીને તરખાટ મચાવતાં પાંચ વિકેટ લીધી હતી.  બોલિંગ દરમ્યાન તેને ડાબા હાથમાં ઈજા થઈ હતી ત્યારે ઑસ્ટ્રેલિયાના બૅટરો તરત તેની પાસે દોડી આવ્યા હતા

ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જેમી ઓવરટને ૪ ઓવરમાં ૧૨ રન આપીને તરખાટ મચાવતાં પાંચ વિકેટ લીધી હતી. બોલિંગ દરમ્યાન તેને ડાબા હાથમાં ઈજા થઈ હતી ત્યારે ઑસ્ટ્રેલિયાના બૅટરો તરત તેની પાસે દોડી આવ્યા હતા


બ્રિસબેનના ધ ગૅબા સ્ટેડિયમમાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામે ત્રીજી T20 મૅચ DLS મેથડથી ૭ વિકેટે જીતીને ઇંગ્લૅન્ડે પાંચ મૅચની સિરીઝમાં ૨-૧થી લીડ મેળવી હતી. કાંગારૂ ટીમે ૧૬.૫ ઓવરમાં ૧૦૮ રનમાં તમામ વિકેટ ગુમાવી દીધી હતી. બીજી ઇનિંગ્સ દરમ્યાન ત્રણ વખત વરસાદની દખલગીરીને કારણે પહેલી ૧૭ ઓવરમાં ૯૮ રન અને પછી ૧૬ ઓવરમાં ૯૩ રનનો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો હતો. ઇંગ્લૅન્ડે ૮.૫ ઓવરમાં ૯૩-૩નો સ્કોર કરીને ૪૩ બૉલ પહેલાં જ મૅચ જીતી લીધી હતી.

ઘરઆંગણે ઑસ્ટ્રેલિયાનો અગાઉનો લોએસ્ટ સ્કોર સિડનીમાં ન્યુ ઝીલૅન્ડ સામે ૧૧૧ રનનો બન્યો હતો. ધ ગૅબા સ્ટેડિયમમાં પણ આ લોએસ્ટ T20 ઇનિંગ્સ સ્કોર છે. આ મેદાન પર ઑસ્ટ્રેલિયાને ૧૩ વર્ષ પછી T20 હાર મળી છે. આ મેદાન પર ઑસ્ટ્રેલિયાને અગાઉ માત્ર ૨૦૧૩માં વેસ્ટ ઇન્ડીઝ સામે T20 હાર મળી હતી.



૧૩મી ઓવરમાં ઑસ્ટ્રેલિયન ટીમનો સ્કોર ૯૨-૭નો હતો. વિકેટકીપર બૅટર સૅમ હાર્પરે ૧૪ બૉલમાં એક ફોર, ૩ સિક્સની મદદથી ૧૪ બૉલમાં ૨૬ રન કર્યા હતા. ઇંગ્લૅન્ડ માટે સ્પિનર લિઆમ ડૉસને ૧૬ રન આપીને ૩ વિકેટ લીધી હતી. જેમી ઓવરટને ૪ ઓવરમાં ૧૨ રન આપીને પાંચ વિકેટ ઝડપી લીધી હતી. આ મેદાન પર પહેલી વખત કોઈ ઇન્ટરનૅશનલ T20 મૅચમાં કોઈ બોલરે પાંચ વિકેટ ઝડપી છે.


રન-ચેઝ દરમ્યાન અંગ્રેજ ટીમના ઑલરાઉન્ડર ઍન્યુરિન ડોનલ્ડે ૧૩ બૉલમાં ૩૨ રન કર્યા હતા અને વિકેટકીપર-બૅટર જૉર્ડન કૉક્સે ૧૪ બૉલમાં અણનમ ૩૩ રન કર્યા હતા. કાંગારૂ ફાસ્ટ બોલર રાઇલી મેરેડિથે ૪ ઓવરમાં ૩૦ રન આપીને ૩ વિકેટ લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2026 02:05 PM IST | Australia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK