Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વન-ડે વર્લ્ડ કપના વિજયની ત્રીજી વર્ષગાંઠે કાંગારૂ ઓપનર ટ્રૅવિસ હેડે હૅપી બર્થ-ડે કહીને ભારતીય ફૅન્સને ચીડવ્યા

વન-ડે વર્લ્ડ કપના વિજયની ત્રીજી વર્ષગાંઠે કાંગારૂ ઓપનર ટ્રૅવિસ હેડે હૅપી બર્થ-ડે કહીને ભારતીય ફૅન્સને ચીડવ્યા

Published : 20 November, 2026 09:34 AM | Modified : 20 November, 2026 09:42 AM | IST | Ahemdabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફોટો અને કૅપ્શનમાં કોઈ સમાનતા ન હોવાથી ભારતીય ફૅન્સે પોસ્ટના કમેન્ટ બૉક્સમાં લખ્યું કે ‘તમે હવે જરા ૨૦૨૭ના વર્લ્ડ કપમાં મળજો.’ ૨૦૨૩ની વર્લ્ડ કપ ફાઇનલમાં ટ્રૅવિસ હેડ ૧૨૦ બૉલમાં ૧૩૭ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

ટ્રેવિસ હેડ

ટ્રેવિસ હેડ


૨૦૨૩ની ૧૯ નવેમ્બરે અમદાવાદમાં વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં યજમાન ભારતને હરાવીને ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન બન્યું હતું. ગઈ કાલે કાંગારૂઓની આ જીતની ત્રીજી વર્ષગાંઠ હતી. આ અવસરે કાંગારૂ ઓપનર ટ્રૅવિસ હેડે વિચિત્ર પોસ્ટ શૅર કરીને ભારતીય ફૅન્સને ચીડવ્યા હતા.

વર્લ્ડ કપ જીતની ઉજવણીના ફોટો શૅર કરીને ટ્રૅવિસ હેડે પોસ્ટના કૅપ્શનમાં માત્ર ‘હૅપી બર્થ-ડે’ લખ્યું હતું. ફોટો અને કૅપ્શનમાં કોઈ સમાનતા ન હોવાથી ભારતીય ફૅન્સે પોસ્ટના કમેન્ટ બૉક્સમાં લખ્યું કે ‘તમે હવે જરા ૨૦૨૭ના વર્લ્ડ કપમાં મળજો.’ ૨૦૨૩ની વર્લ્ડ કપ ફાઇનલમાં ટ્રૅવિસ હેડ ૧૨૦ બૉલમાં ૧૩૭ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2026 09:42 AM IST | Ahemdabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK