Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રિકી પૉન્ટિંગ, શેન વૉટ્સન સાથે સેલ્ફી પડાવનાર આ ત્રીજા કાંગારૂ ક્રિકેટરને ઓળખ્યો કે નહીં?

રિકી પૉન્ટિંગ, શેન વૉટ્સન સાથે સેલ્ફી પડાવનાર આ ત્રીજા કાંગારૂ ક્રિકેટરને ઓળખ્યો કે નહીં?

Published : 22 February, 2026 10:39 AM | IST | Australia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્ટ્રેલિયન ટીમમાં વધતી ઇન્જરીઓ વચ્ચે ૩૬ વર્ષના સ્ટીવ સ્મિથને કાંગારૂઓની T20 વર્લ્ડ કપ સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યો હતો. 

રિકી પૉન્ટિંગ, શેન વૉટ્સન સાથે સેલ્ફી પડાવનાર આ ત્રીજા કાંગારૂ ક્રિકેટરને ઓળખ્યો કે નહીં?

રિકી પૉન્ટિંગ, શેન વૉટ્સન સાથે સેલ્ફી પડાવનાર આ ત્રીજા કાંગારૂ ક્રિકેટરને ઓળખ્યો કે નહીં?


સોશ્યલ મીડિયા પર હાલમાં ઑસ્ટ્રેલિયાના એક ભૂતપૂર્વ ક્રિકેટર સાથેનો રિકી પૉન્ટિંગ, શેન વૉટ્સનનો સેલ્ફી ભારે વાઇરલ થયો છે. પૉન્ટિંગ અને વૉટ્સન રિટાયરમેન્ટ બાદ કોચિંગ અને કૉમેન્ટરીને કારણે ચર્ચામાં રહે છે. જોકે આ ત્રીજો કાંગારૂ ક્રિકેટર ક્રિકેટથી દૂર ઑસ્ટ્રેલિયામાં પ્રૉપર્ટી ડેવલપમેન્ટ સહિતના બિઝનેસ તરફ વળ્યો હોવાથી તેને હવે ઓળખવો મુશ્કેલ છે. આ ક્રિકેટર ૨૦૧૫ના વન-ડે વર્લ્ડ કપ ફાઇનલનો હીરો ઑલરાઉન્ડર જેમ્સ ફૉક્નર છે. 

૨૦૧૨થી ૨૦૧૭ સુધી તે ઑસ્ટ્રેલિયા માટે ૬૯ વન-ડે, ૨૪ T20 મૅચ અને એક ટેસ્ટ-મૅચ રમ્યો હતો. ૨૦૨૨માં તે પાકિસ્તાન સુપર લીગમાં છેલ્લી વખત પ્રોફેશન-ક્રિકેટ રમતો જોવા મળ્યો હતો. એ સમયે પેમેન્ટને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે વિવાદ થતાં તેણે અધવચ્ચેથી ટુર્નામેન્ટ છોડી દીધી હતી. 



૬૦૦૦ કિલોમીટર દૂર શ્રીલંકામાં બોલાવીને સ્ટીવ સ્મિથને ન રમાડ્યો એટલે ઑસ્ટ્રેલિયન ફૅન્સમાં જોવા મળ્યો આક્રોશ


ઑસ્ટ્રેલિયન ટીમમાં વધતી ઇન્જરીઓ વચ્ચે ૩૬ વર્ષના સ્ટીવ સ્મિથને કાંગારૂઓની T20 વર્લ્ડ કપ સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યો હતો. 

ગ્રુપ-સ્ટેજની બે મૅચ બાદ તે ટીમ સાથે જોડાઈ શક્યો હતો. ઑસ્ટ્રેલિયાથી લગભગ ૬૦૦૦ કિલોમીટરનું અંતર કાપીને શ્રીલંકા આવેલા આ સ્ટાર ક્રિકેટરને બાકીની બે ગ્રુપ-સ્ટેજ મૅચની પ્લેઇંગ ઇલેવનમાં પણ સ્થાન નહોતું મળ્યું. તે માત્ર ફીલ્ડિંગ દરમ્યાન બીજા પ્લેયર્સના બ્રેક સમયે મેદાન પર હાજરી આપતો જોવા મળ્યો હતો. 


સોશ્યલ મીડિયા પર ઑસ્ટ્રેલિયન ક્રિકેટ-ફૅન્સે સ્ટીવ સ્મિથ સાથેના આ વર્તન વિશે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. સ્ટીવ સ્મિથ છેલ્લાં બે વર્ષથી ઑસ્ટ્રેલિયા માટે T20 મૅચ રમ્યો નથી. ફૅન્સ સોશ્યલ મીડિયા પર કહી રહ્યા છે કે ‘સ્ટીવ સ્મિથનું અપમાન કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ-લેજન્ડ સન્માનને હકદાર છે. ૬૦૦૦ કિલોમીટરની યાત્રા તમે માત્ર પૅવિલિયનમાં બેસાડવા માટે કરાવી? આ નિર્ણય અન્યાયી છે.’ 

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2026 10:39 AM IST | Australia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK