ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ કહ્યું હતું કે ‘બીજી ટેસ્ટ-મૅચ બાદ મૅચ-અધિકારીઓના આ રિપોર્ટ વિશે તેને જાણ કરવામાં આવી હતી.
મૅથ્યુ કુહનમૅન
જૂન ૨૦૨૨માં ઑસ્ટ્રેલિયા માટે ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર સ્પિનર મૅથ્યુ કુહનમૅન મુશ્કેલીમાં મુકાયો છે. ૨૮ વર્ષના આ સ્પિનર સામે શંકાસ્પદ બોલિંગ-ઍક્શનની ફરિયાદ કરવામાં આવી છે. શ્રીલંકા સામેની બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં તેણે હાલમાં ૯૨.૩ ઓવરમાં ૨૭૫ રન આપીને સૌથી વધુ ૧૬ વિકેટ ઝડપી છે.
હવે બોલિંગ-ઍક્શન યોગ્ય છે એ સાબિત કરવા માટે તેણે પરીક્ષણમાંથી પસાર થવું પડશે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ કહ્યું હતું કે ‘બીજી ટેસ્ટ-મૅચ બાદ મૅચ-અધિકારીઓના આ રિપોર્ટ વિશે તેને જાણ કરવામાં આવી હતી. અમે તપાસપ્રક્રિયા દરમ્યાન મૅથ્યુ કુહનમૅનને ટેકો આપીશું.’
ADVERTISEMENT
૨૮ વર્ષના આ સ્પિનરે કાંગારૂ ટીમ માટે પાંચ ટેસ્ટમાં પચીસ વિકેટ અને ચાર વન-ડેમાં ૬ વિકેટ ઝડપી છે. તે ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ઑસ્ટ્રેલિયન સ્ક્વૉડનો ભાગ બની શક્યો નથી.

