Mumbai News: સિદ્ધિવિનાયક મંદિરમાં ફૂલો, માળા અને મીઠાઈઓ અર્પણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. મંદિરમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
સિદ્ધિવિનાયક મંદિરની ફાઇલ તસવીર
Mumbai News: એકબાજુ જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ત્યારે અનેક મહત્વના અને જાણીતા ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારી છે. આ જ રીતે જોતાં મુંબઈના પ્રભાદેવીમાં સ્થિત સિદ્ધિવિનાયક મંદિર દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂચના અનુસાર રવિવારથી મંદિરમાં શ્રીફળ કે પછી અન્ય કોઈપણ પ્રસાદ નહીં વેચાય કે લવાય. કારણ કે તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ રવિવારથી અમલમાં રહેવાનો છે.
મુંબઈ (Mumbai News)માં સિદ્ધિવિનાયક મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. દિવસમાં અનેક લોકો ત્યાં દર્શનાર્થે જતાં હોય છે. આ પગલું સુરક્ષાની સાવચેતી તરીકે લેવામાં આવ્યું છે. કારણ કે શ્રીફળનો ઉપયોગ વિસ્ફોટકો છુપાવવા માટે પણ થઈ શકે છે. માટે જ આવી કોઈ ઘટના ન બને એ માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ભારત- પાકિસ્તાન વચ્ચેની વર્તમાન તણાવગ્રસ્ત સ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટ્રસ્ટે મંદિરમાં ફૂલો, ફૂલોની માળા કે હાર અને મીઠાઈઓ અર્પણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય રવિવારથી લાગુ કરવામાં આવનાર છે.
આ સાથે જ તમને જણાવી દઈએ કે મંદિરમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. મંદિરમાં પ્રવેશતાં પહેલાં ભક્તોને ફોન બંધ કરી નાખવાની સૂચના પણ આપવામાં આવી છે. મુંબઈ પોલીસ અને મંદિરની આંતરિક સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. જો કે આ પ્રકારનો પ્રતિબંધ એ મંદિર અને દર્શનાર્થીઓની સુરક્ષા પ્રોટોકોલનો જ એક ભાગ છે અને તેમાં સમયાંતરે સુધારો પણ થઈ શકે છે.
તમને એ પણ જણાવી દઈએ કે મંદિરે (Mumbai News) આ જ પ્રકારે સાવચેતીના પગલા તરીકે જૂન 2007માં પણ પ્રતિબંધ લાદ્યો હતો. કારણકે પ્રભાદેવીમાં સ્થિત આ મંદિર અનેકવાર આતંકવાદીઓના નિશાના પર રહેલું છે. મુંબઈમાં જ્યારે 2006માં લોકળ ટ્રેનમાં શ્રેણીબદ્ધ રીતે આતંકવાદી હુમલાઓ કરવામાં આવ્યા હતા ત્યારે પણ મંદિર પ્રશાસન દ્વારા મંદિરમાં અને આસપાસ આવાગમન બંધ કર્યું હતું.
`ઓપરેશન સિંદૂર`ને પણ મંદિર દ્વારા વધાવી લેવાયું
આ દરમિયાન મંદિરમાં પાકિસ્તાનમાં આતંકવાદી માળખા સામે ભારતીય સશસ્ત્ર દળોના સફળ હુમલા `ઓપરેશન સિંદૂર` માટે ભગવાન ગણેશનો આભાર માનવા માટે વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના ટ્રસ્ટના ખજાનચી આચાર્ય પવન ત્રિપાઠીએ પ્રાર્થનાઓનું નિર્દેશન કર્યું હતું. ભગવાનની વેદીને ત્રિરંગાથી શણગારવામાં આવી હતી.
Mumbai News: આ મંદિર મુંબઇના પ્રભાદેવીમાં આવેલું છે અને તે ખૂબ જ પ્રખ્યાત છે. આ મંદિરમાં સિદ્ધિવિનાયકની મૂર્તિ સાથેના ગર્ભગૃહ સાથે એક નાનો મંડપ છે. મહારાષ્ટ્રના આઠ ગણેશ સ્વરુપમાંથી એક એવા સિદ્ધિવિનાયકના દર્શને અનેક ભાવિકભક્તો આવતા હોય છે.

