પહેલી વર્ષગાંઠ ઊજવી રહેલા હક્ષનો ચહેરો પહેલી વખત જાહેર કરવામાં આવ્યો હતો.
અક્ષર પટેલ પત્ની મેહા પટેલ અને દીકરા હક્ષ સાથે
ભારતના ઑલરાઉન્ડર અક્ષર પટેલે હાલમાં પત્ની મેહા પટેલ અને દીકરા હક્ષ સાથેના છેલ્લા એક વર્ષના ફોટો શૅર કર્યા હતા. પહેલી વર્ષગાંઠ ઊજવી રહેલા હક્ષનો ચહેરો પહેલી વખત જાહેર કરવામાં આવ્યો હતો. આ ક્યુટ ફોટો શૅર કરીને અક્ષર પટેલે લખ્યું હતું કે ‘જ્યારથી તું અમારા જીવનમાં આવ્યો છે ત્યારથી જીવન ખૂબ જ સુંદર રીતે બદલાઈ ગયું છે. તેં અમારા દિવસોને પ્રેમ, હાસ્ય અને અનંત આનંદથી ભરી દીધું છે. અમે તને અમારું કહીને ખૂબ જ ભાગ્યશાળી અનુભવીએ છીએ. તારું જીવન હંમેશાં તારા સ્મિત જેટલું તેજસ્વી રહે.’


