બંગલાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ T20 વર્લ્ડ કપ 2026માં ભાગીદારી માટે પોતાની જીદ પૂરી કરવા મરણિયા પ્રયાસ શરૂ કર્યા છે. T20 વર્લ્ડ કપ 2026ની પોતાની મૅચ ભારતની બહાર કરાવવાનો મુદ્દો હવે બંગલાદેશ ક્રિકેટ બોર્ડે સ્વતંત્ર વિવાદ-નિવારણ સમિતિ સામે મૂક્યો છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
બંગલાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ T20 વર્લ્ડ કપ 2026માં ભાગીદારી માટે પોતાની જીદ પૂરી કરવા મરણિયા પ્રયાસ શરૂ કર્યા છે. T20 વર્લ્ડ કપ 2026ની પોતાની મૅચ ભારતની બહાર કરાવવાનો મુદ્દો હવે બંગલાદેશ ક્રિકેટ બોર્ડે સ્વતંત્ર વિવાદ-નિવારણ સમિતિ સામે મૂક્યો છે. જોકે એના આ અંતિમ પ્રયાસ કામ લાગે એની શક્યતા ઓછી છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સ્ટૅન્ડ-બાય ટીમ સ્કૉટલૅન્ડને આજકાલમાં બંગલાદેશના સ્થાને રિપ્લેસમેન્ટ ટીમ જાહેર કરી શકે છે.
આ સમિતિ એક સ્વતંત્ર મધ્યસ્થી સંસ્થા છે જે ICC સંબંધિત વિવાદોનું સંચાલન કરે છે. જો બંગલાદેશ ક્રિકેટ બોર્ડ વિરુદ્ધ ચુકાદો આવશે તો બંગલાદેશ ક્રિકેટના અધિકારીઓ સ્વિટ્ઝરલૅન્ડમાં કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્્સ (CAS)નો સંપર્ક કરી શકે છે.’
T20 વર્લ્ડ કપમાંથી ખસી જવાના નિર્ણય વિશે
બંગલાદેશના ખેલાડીઓની અવગણના થઈ
બંગલાદેશ ક્રિકેટ વિશે ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. સરકાર સાથેની બેઠકમાં BCBના વર્લ્ડ કપમાંથી ખસી જવાના નિર્ણય વિશે બંગલાદેશ ક્રિકેટરોને તેમનાં મંતવ્યો વ્યક્ત કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. એક બંગલાદેશી ક્રિકેટરે નામ ન આપવાની શરતે મીડિયાને કહ્યું હતું કે ‘આ બેઠક અમારી સંમતિ મેળવવા માટે બોલાવવામાં આવી નહોતી. તેમણે પહેલેથી જ પોતાનું મન બનાવી લીધું હતું અને બેઠકમાં આવતાં પહેલાં તેઓ શું કરશે એ નક્કી કરી લીધું હતું.’


