Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બંગલાદેશ સામે હાર્યું પાકિસ્તાન, ટેન્શન વધી ગયું વેસ્ટ ઇન્ડીઝનું

બંગલાદેશ સામે હાર્યું પાકિસ્તાન, ટેન્શન વધી ગયું વેસ્ટ ઇન્ડીઝનું

Published : 19 March, 2026 02:27 PM | Modified : 19 March, 2026 02:31 PM | IST | Bangladesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વન-ડે રૅન્કિંગમાં નવમાંથી દસમા નંબરે ધકેલાતાં ૨૦૨૭ના વર્લ્ડ કપમાં ડાયરેક્ટ ક્વૉલિફાય થવા સામે ખતરો, ફરી વન-ડે વર્લ્ડ કપ ચૂકી જવાનું પણ જોખમ

વન-ડેમાં ટૉપ ટેન ટીમ

વન-ડેમાં ટૉપ ટેન ટીમ


T20 વર્લ્ડ કપ બાદ રમાયેલી પ્રથમ સિરીઝમાં બંગલાદેશે પાકિસ્તાનને હરાવીને મોટો અપસેટ સરજ્યો હતો. આ નામોશીભરી હારે પાકિસ્તાની ક્રિકેટપ્રેમીઓને તો દુખી અને નિરાશ કરી દીધા છે પણ સાથે-સાથે બે વખતના વન-ડે ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને પણ ‌‌‌ચિંતામાં મૂકી દીધું છે. 

૨૦૨૭માં વન-ડે વર્લ્ડ કપ સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની સંયુક્ત યજમાનીમાં યોજાવાનો છે. એમાં સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે યજમાન તરીકે તેમ જ ટૉપ ૮ રૅન્કિંગ ટીમો ડાયરેક્ટ ક્વૉલિફાય થશે. 



બાકીની ૪ ટીમ ક્વૉલિફાયર દ્વારા એન્ટ્રી કરશે. 
સાઉથ આફ્રિકાનો ટૉપ ૮ રૅ‌ન્કિંગમાં સમાવેશ હોવાથી નવમી ક્રમાંકિત ટીમનો ડાયરેક્ટ ક્વૉલિફાયમાં નંબર લાગશે. પાકિસ્તાન સામેની સિરીઝ જીતીને બંગલાદેશ રૅન્કિંગમાં સુધારો કરીને દસમાંથી નવમા નંબરે પહોંચી ગયું છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ નવમાથી દસમા નંબરે ધકેલાઈ જતાં અને જો આવતા વર્ષે ૩૧ માર્ચ સુધીમાં એણે રૅન્કિંગમાં સુધારો ન કર્યો તો ૧૯૭૫ અને ૧૯૭૯ના ચૅમ્પિયનોએ ગયા વખતની જેમ ફરી ક્વૉલિફાયરમાં રમવાનો વારો આવશે. ગયા વખતે પણ તેમને ક્વૉલિફાયરમાં રમવું પડ્યું હતું અને ત્યાં હારી જતાં ૨૦૨૩માં ભારતમાં રમાયેલો વન-ડે વર્લ્ડ કપ નહોતા રમી શક્યા. ફરી આવી નામોશી ટાળવા કૅરિબિયન ટીમે રૅન્કિંગમાં સુધારો કરવો પડશે. હવે તેમની આગામી વન-ડે સિરીઝ સપ્ટેમ્બરમાં ભારત સામે છે.


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2026 02:31 PM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK