Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ક્રિકેટ બોર્ડના હેડક્વૉર્ટરમાં ગંભીર, લક્ષ્મણ અને કૅપ્ટનોની હાઈ લેવલ મીટિંગ થઈ

ક્રિકેટ બોર્ડના હેડક્વૉર્ટરમાં ગંભીર, લક્ષ્મણ અને કૅપ્ટનોની હાઈ લેવલ મીટિંગ થઈ

Published : 04 September, 2026 09:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BCCIના હેડક્વૉર્ટરમાં હાઈ લેવલ મીટિંગ યોજાઈ, જેમાં આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડ સામેની વાઇટ-બૉલ સિરીઝની હારની સમીક્ષા અને અનુભવી ખેલાડીઓના ફ્યુચર-પ્લાન પર ચર્ચા થઈ.

ગૌતમ ગંભીર,શુભમન ગિલ અને શ્રેયસ ઐયર

ગૌતમ ગંભીર,શુભમન ગિલ અને શ્રેયસ ઐયર


મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સ્થિત ભારતીય ક્રિકેટ બોર્ડના હેડક્વૉર્ટરમાં ગઈ કાલે હાઈ લેવલ મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં બોર્ડના પ્રમુખ મિથુન મન્હાસ, સચિવ દેવજિત સૈકિયા, મેન્સ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર, સેન્ટર ઑફ એક્સલન્સના વડા વી.વી.એસ. લક્ષ્મણ, ટેસ્ટ અને વન-ડે ટીમના કૅપ્ટન શુભમન ગિલ અને T20 ટીમના કૅપ્ટન શ્રેયસ ઐયરે હાજરી આપી હતી. 
મીટિંગમાં સિલેક્શન કમિટીમાંથી કોઈ સભ્ય દેખાયો નહોતો. વિવિધ અહેવાલો અનુસાર આ સમીક્ષા-બેઠકમાં આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડમાં ભારતની વાઇટ-બૉલ સિરીઝની હારની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં અનુભવી ખેલાડીઓના ફ્યુચર-પ્લાન પર પણ ચર્ચા થઈ હતી.

શુભમન ગિલ મીટિંગ માટે પોતાના હમશકલ સાથે આવ્યો હતો?



ભારતીય ક્રિકેટ બોર્ડની મીટિંગ માટે શુભમન ગિલ લક્ઝરી કારમાં પોતાના હમશકલ સાથે આવ્યો હોવાનો વિડિયો-ફોટો વાઇરલ થયો હતો. હકીકત એ છે કે શુભમન ગિલ જેવો લુક ધરાવતો એ માણસ તેનો મૅનેજર સેબૅસ્ટિયન શાજી હતો. કેટલાક લોકો તેને શુભમન ગિલનો હૅન્ડસમ ડ્રાઇવર પણ સમજી રહ્યા હતા. 


એશિયન ગેમ્સ માટે મેન્સ ટીમ ઇન્ડિયાના હેડ કોચની જવાબદારી લક્ષ્મણને મળી

સેન્ટર ઑફ એક્સલન્સ (CoE)નો ક્રિકેટ ડિરેક્ટર વી.વી.એસ. લક્ષ્મણ એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય પુરુષ ટીમનો હવાલો સંભાળશે. રમતગમત મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા કોચની યાદી અનુસાર લક્ષ્મણને સુનીલ જોશી, હૃષીકેશ કાનિટકર અને શુભદીપ ઘોષ કોચિંગ સ્ટાફમાં રહીને મદદ કરશે.
નિયમિત મુખ્ય કોચ ગૌતમ ગંભીર વેસ્ટ ઇન્ડીઝ સામેની ઘરેલુ વન-ડે સિરીઝ માટે સિનિયર ટીમ સાથે રહેશે. એશિયન ગેમ્સમાં ક્રિકેટસ્પર્ધા ૨૪ સપ્ટેમ્બરથી શરૂ થશે. ૨૭ સપ્ટેમ્બરથી ભારત 
અને વેસ્ટ ઇન્ડીઝની વન-ડે સિરીઝ રમાશે. 
અમોલ મુઝુમદાર ભારતીય મહિલા ટીમના મુખ્ય કોચ તરીકે ચાલુ રહેશે. બોલિંગ કોચ આવિષ્કાર સાળવી અને ફીલ્ડિંગ કોચ મુનિષ બાલી તેની સહાય કરશે. ભારતીય મહિલા ટીમ પણ તેના ટાઇટલને ડિફેન્ડ કરવાનો પ્રયાસ કરશે જેમાં હરમનપ્રીત કૌર ટીમનું નેતૃત્વ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2026 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK